હૈદરાબાદ: દરેક તહેવાર પર ફિલ્મ કલાકારો પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવવાનું ભુલતા નથી. જ્યારે આજે તારીખ 30 માર્ચે લોકપ્રિય તહેવાર 'રામ નવમી' છે. 'રામ નવમી'ના શુભ અવસર પર દેશમાં ધાર્મિક આસ્થાનું વાતાવરણ છે અને એકબીજાને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર ફિલ્મના સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને 'રામ નવમી'ની શુભકામનાઓ મોકલી છે અને તેમના સુખી જીવનની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: Anushka Sharma: ટેક્સ વિભાગની નોટિસને હાઈકોર્ટમાં પડકારી, અનુષ્કાની નોટિસની તાત્કાલિક સુનાવણી નહીં
કાલાકારોની પોસ્ટ શેર: બોલિવૂડ ક્વીન કંગના રનૌત, સાઉથ અને બોલિવૂડ ફિલ્મમાં સક્રિય હંસિકા મોટવાણી, જેકી શ્રોફ સહિત ઘણા સ્ટાર્સે 'રામ નવમી'ના અવસર પર સોશિયલ મીડિયા પર શ્રદ્ધાની પોસ્ટ શેર કરી છે.
રામ નવમીની પાઠવી શુભેચ્છા: આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, આયુષ્માન ખુરાના, સિંગર પલક મુચ્છલ, કૃતિ સેનન જેવા સ્ટાર્સે પણ તેમના ચાહકોને 'રામ નવમી'ની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત કૃતિ સેનન, પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર ધાર્મિક ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર પણ આ દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પાઠવી શુભેચ્છા: બોલિવુડના ફેમસ હિરો સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ કિયારા અડવાણી સાથે લગ્ન કર્યા છે. તેમણે ચાહકોને 'રામ નવમી'ની શુભેચ્છા પાઠવી છે.
કંગના રનૌતે પાઠવી શુભેચ્છા: કંગના રનૌતે ભગવાન રામના પરિવાર સાથે તેની તસવીર શેર કરી અને તેના ચાહકોને 'રામ નવમી'ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
હંસિકા મોટવાણીએ પાઠવી શુભેચ્છા: સાઉથ અને બોલિવૂડ ફિલ્મમાં સક્રિય સુંદર અભિનેત્રી હંસિકા મોટવાણી હવે પરિણીત છે અને લગ્ન પછી પહેલીવાર તેણે કંજકને પોતાના ઘરે બોલાવી અને 'રામ નવમી' પર તેમની પૂજા કરી અને તેમને હલવો પુરી અને ચણાનો પ્રસાદ ખવડાવ્યો.
આ પમ વાંચો: Vikram Thakor: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ
જેકી શ્રોફે પાઠવી શુભેચ્છા: જેકી શ્રોફે ભગવાન રામની તસવીર શેર કરી ચાહકોને 'રામ નવમી'ની શુભેચ્છા પાઠવી હતી.