ETV Bharat / entertainment

The Life Of A Legend: બોની કપૂરે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી પર જીવનચરિત્રની જાહેરાત કરી

author img

By

Published : Feb 9, 2023, 4:39 PM IST

હલામાં જ ફિલ્મ નિર્માતા બોની કપૂરે સોશિયલ મીડિયા પર તેમની દિવંગત પત્ની અને સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના જીવનચરિત્ર (Sridevi Biography)ની જાહેરાત કરી હતી. જેનું શીર્ષક 'ધ લાઈફ ઓફ અ લિજેન્ડ' (The Life of a Legend) છે. આ એક પુસ્તક છે, જે સંશોધક અને લેખક અને કટારલેખક ધીરજ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે.

The Life Of A Legend: બોની કપૂરે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી પર જીવનચરિત્રની જાહેરાત કરી
The Life Of A Legend: બોની કપૂરે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી પર જીવનચરિત્રની જાહેરાત કરી

મુંબઈ: ફિલ્મ નિર્માતા બોની કપૂરે ગુરુવારે તેમની દિવંગત પત્ની અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની જીવનચરિત્ર 'ધ લાઈફ ઓફ અ લિજેન્ડ' શીર્ષકની જાહેરાત કરી છે. શ્રીદેવીની મિથુન ચક્રવર્તી સાથે અફેરની વાતોએ જોર પકડ્યું હતું ત્યારે શ્રીદેવીએ બોની કપૂર કપૂર સાથે લગ્ન કરી લેતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે હાલમાં શ્રીદેવીનો પ્રેમ જાણે ઉજાગર થયો હોય તેમ બોની કપૂરે સોશિયલ મીડિયા પર આ ખાસ જાહેરાત કરી છે. બોનીએ કહ્યું: "શ્રીદેવી કુદરતની શક્તિ હતી. જ્યારે તેણીએ સ્ક્રીન પર તેની કળા તેના ચાહકો સાથે શેર કરી ત્યારે તે સૌથી વધુ ખુશ હતી. પરંતુ તે એક ઉગ્ર ખાનગી વ્યક્તિ પણ હતી." આ પુસ્તક ધીરજ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Sidharth Kiara Dance: દિલ્હીમાં ઢોલનગાડાની ધુન પર નવ દંપતિ થિરક્યા, જુઓ અહિં વીડિયો

શ્રીદેવીની કારકિર્દી: આ પુસ્તક શ્રીદેવીનું સંપૂર્ણ પોટ્રેટ દોરે છે, જે ભારતીય સિનેમામાં અજોડ કારકિર્દી ધરાવનાર સર્વશ્રેષ્ઠ સુપરસ્ટાર છે. તેણીએ 50 વર્ષમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, રાજ્ય સરકારના પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા. શ્રીદેવીનો જન્મ 1963ના રોજ થયો હતો. ત્યાર બાદ 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઈમાં તેનું અવસાન થયું હતુ. તે દુબઈમાં પારિવારિક લગ્નમાં ગઈ હતી અને હોટલના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેની એક્ટિંગ, તેની સુંદરતા, તેની યાદો અને તેની ફિલ્મો આજે પણ આપણને તેનાથી દૂર થવા દેતી નથી.

આ પણ વાંચો: Kiara Sidharth Latest Photo: દિલ્હી એરપોર્ટ પર સિદ્ધાર્થ-કિયારાનું આગમન, ચાહકોએ કહ્યું, કોંગ્રેચ્યુલેશન!

બોની કપૂર અને શ્રીદેવી: બોની અને શ્રીદેવીનો પ્રેમ ઘણા વળાંકવાળા માર્ગોમાંથી પસાર થયો હતો. ખરેખર, શરૂઆતમાં તે માત્ર એકતરફી પ્રેમ હતો. ભલે તેની શરૂઆત ફિલ્મ 'મિ. ઈન્ડિયા'થી થઈ હોય પરંતુ બોની શ્રીદેવીના પ્રેમમાં ત્યારે જ પડી ગયા જ્યારે તે વર્ષ 1970ના દાયકામાં તમિલ ફિલ્મો કરતી હતી. બોની તેને મળવા માટે ચેન્નાઈ પણ ગયો હતો. પરંતુ શ્રીદેવી સિંગાપોરમાં હોવાને કારણે તે તેને મળ્યો નહોતો. શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીના અફેરની વાતો પણ ખૂબ ફેમસ થઈ હતી, પરંતુ વર્ષ 1996માં શ્રીદેવીએ પોતાનાથી 8 વર્ષ મોટા બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કરીને તેના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને ચોંકાવી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.