હૈદરાબાદ: બોલિવુડના પ્રથમ સુપરસ્ટાર તરીકે જાણીતા અભિનેતા રાજેશ ખન્નાની આજે પુણ્યતિથિ છે. આ અવસરે તેમના ફિલ્મ ઉદ્યોગના સફર વિશેની માહિતી મેળવીએ. તારીખ 18 જુલાઈના રોજ 69 વર્ષની ઉંમરે મુંબઈમાં રાજેશ ખન્નાનું અવસાન થયુ હતુ. તેઓ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણમાં પણ સક્રિય હતા. રાજેશ ખન્નાએ ફિલ્મની શુરુઆત વર્ષ 1966માં 'આખરી ખત'થી કરી હતી.
રાજેશ ખન્નાનો જન્મ : રાજેશ ખન્નાનો જન્મ આઝાદી પુર્વે તારીખ 29 ડેસેમ્બર 1942ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રાજેશ ખન્નાનો ચુન્ની લાલા ખન્ના અને લીલાવતી ખન્નાએ દત્તક લઈ ઉછેર કર્યો હતો. તેમના જૈવિક માતાપિતા લાલા હિરાનંદ ખન્ના અને ચંદ્રાણી ખન્ના હતા. તેમના લગ્ન ડિમ્પલ કાપડિયા સાથે થયા હતા. તેમની બે દિકરી છે, એક ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના. તેમની દિકરી ટ્વિંકલ ખન્ના, જેઓ બોલિવુડમાં સારું નામ ધરાવે છે અને તેમના લગ્ન બોલિવુડના સ્ટાર અક્ષય કુમાર સાથે થયા છે.
રાજેશ ખન્નાની કારકિર્દી : રાજેશ ખન્ના 1965 ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્સેસ્ટમાં 10,000થી વધુ સ્પર્ધકોમાંથી 8 ફાઈનલિસ્ટમાંના એક હતાં. રાજેશ ખન્નાએ ફરીદા જલાલ સાથે હરિફાઈ જીતી હતી. રાજેશ ખન્નાએ વર્ષ 1966માં ચેતન આનંદની ફિલ્મ 'આખરી ખત', રવીન્દ્ર દવેની 'રાઝ' ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. રાજેશ ખન્નાનો યુનાઈટેડ પ્રોડ્યુસર્સ સાથે કરાર હતો, તેથી તેમને 'ડોલી', 'ઓરત', 'ઈત્તેફાક' જેવા પ્રોજેક્ટ્સ મળ્યા હતા. ત્યાર બાદ 'બહારોં કે સપને', 'ઓરત', 'ડોલી', 'આરાધના' જેવી ફિલ્મમાં તેમના અભિનયની ખાસ નોંધ લેવામાં આવી હતી.
10મી લોકસભામાં સંસદ: વર્ષ 1969 અને 1971ની વચ્ચે સતત 15 સોલો હીરોની સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. વર્ષ 1970 અને 1980ના દાયકા દરમિયાન હિન્દી સિનેમામાં પગારદાર અભિનેતા હતા. તેમને 4 BHJA અને 5 ફિલ્મફેર પુરસ્કાર મળ્યા હતા. તેઓ વર્ષ 1992 અને 1996 વચ્ચે નવી દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી 10 મી લોકસભામાં સંસદ પણ બન્યા હતા. તેમને વર્ષ 2013માં મરણોત્તર 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા.