હૈદરાબાદ: ક્રિસ્ટોફર નોલન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ઓપેનહેમર' અને ગ્રેટા ગેર્વિગ દ્વારા દિગ્દર્શિત ફિલ્મે બોક્સ ઓફિસ પર એક સાથે જ રિલીઝ થઈ હતી. આ બન્ને હોલિવુડ ફિલ્મે થિયેટરોમાં એક સપ્તાહ પુરું કર્યું છે. સીલિયન મર્ફી અને એમિલી બ્લન્ટ અભિનતીત ફિલ્મ 'એપેનહેમરે' ભારતીય બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શ કર્યું છે અને ચાહકોને આકર્ષિત કરવામાં સફળ સાબિત થઈ છે. હવે 'ઓપેનહેમર' કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'નો સામનો કરી રહી છે. જ્યારે 'બાર્બી' ફિલ્મને ઓપેનહેમરે ભારતીય બોક્સ ઓફિસ પર પાછળ છોડી દીધી છે.
ભારતમાં ફિલ્મની કમાણી: ટ્રેડ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'ઓપેનહેમર' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર નવમાં દિવસે 7.25 કરોડ રુપિયાની કમાણી કરી છે. આમ 'ઓપેનહેમરે' ભારતીય બજારમાં કુલ 84.80 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મે વૈશ્વક સ્તરે 253.38 મિલિયન ડોલરની રુપિયાની કમાણી કરી છે. નવમાં દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ગ્રેટા ગેરવિંગની ફિલ્મ 'બાર્બી'એ 3.15 કરોડ રુપિયાની કમાણી કરી છે.
ભારતમાં મજબૂત શરુઆત: 'ઓપનહેમર'નો શરુઆતનો સપ્તાહ ખાસ હતો. 'ઓપેનહેમરે' સપ્તાહના પ્રથમ 3 દિસવમાં ફિલ્મે ડબલ ડિજીટની કમાણી કરી હતી. 'ઓપેનહેમરે' તારીખ 21 જુલાઈએ 14.50 કરોડ રુપિયાની કમાણી કરીને મજબૂત શરુઆત કરી હતી. તે પછી આ ફિલ્મે પ્રથમ શનિવારે 17 કરોડ રુપિયાની કમાણી કરી હતી અને પ્રથમ રવિવારે 17.25 કરોડ રુપિયાની કમાણી કરી હતી.
બોક્સ ઓફિસ સંઘર્ષ: 'ઓપેનહેમર' ફિલ્મે પ્રથમ સ્પતાહના અંતમાં થિયેટરમાં ફિલ્મનું કુલ કલેક્શન 73.27 કરોડ રુપિયા થઈ ગયું છે. હવે આ ફિલ્મ બીજા સપ્તાહમાં પ્રવેશીને પણ પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખ્યું હતું. કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈએ રિલીઝ થઈ હતી. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન ઓપનિંગ ડે પર 11.10 કોરડ રુપિયાની કમાણી કરીને મજબૂત શરુઆત કરી હતી. હવે થિયેટરમાં ટકી રહેવા માટે 'ઓપેનહેમર' 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' સામે સંઘર્ષ કરી રહી છે.