ETV Bharat / entertainment

AR Rahman UK : નાટુ-નાટુ જેવુ સોન્ગ બનાવાની તૈયારી, AR રહેમાને મણિરત્નમ સાથેની તસવીર કરી શેર - મણિરત્નમ

સંગીતકાર AR રહેમાન અને મણિરત્નમ હાલ યુકેમાં છે. આગામી ફિલ્મ તમિલ 'પોન્નિયીન સેલવન 2' માટે સંગીત પર તેઓ એકસાથે કામ કરી રહ્યા છે. એઆર રહેમાને મણિરત્નમની સાથેની એક તસવીર શેર કરી છે.

AR Rahman shared photo with Mani Ratnam from London

author img

By

Published : Mar 21, 2023, 3:47 PM IST

અમદાવાદ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન હાલમાં લંડનમાં આગામી તમિલ ફિલ્મ 'પોન્નિયીન સેલવન 2' માટે બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કરવામાં વ્યસ્ત છે. તેમણે ટ્વિટર પર રેકોર્ડિંગ સ્ટુડિયોની બહારથી પોતાની અને નિર્દેશક મણિરત્નમ સાથેની એક તસવીર શેર કરી છે. એઆર રહેમાને ખુલાસો કર્યો કે તે એબી રોડ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે.

AR રહેમાન-મણિરત્નમની તસવીરે જગાવી ચર્ચા: પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર પોતાની અને મણિરત્નમની તસવીર શેર કરતા એઆર રહેમાને કેપ્શન આપ્યું કે 'PS2 in London.' આ તસવીર પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે 'રહેમાન આરામ કર્યા વગર કેવી રીતે કામ કરી શકે છે ? ' તે જ સમયે અન્ય એક ચાહકે લખ્યું છે, 'શનિવારની રાત - ઓડિયો લોન્ચ. રવિવારની રાત - સૂફી કોન્સર્ટ. સોમવાર - તે લંડનમાં છે.

આ પણ વાંચો: Jee Rahe The Hum Teaser : સલમાન-પૂજાનું લવ સોન્ગ 'જી રહે થે હમ'નું ટીઝર થયું રિલીઝ

'નાટુ-નાટુ' જેવું દમદાર ગીત બનાવવાની તૈયારી: નિર્દેશક મણિરત્નમે પોન્નિયીન સેલવન ભાગ 1 સાથે એક હિટ ફિલ્મ બનાવી, જે 2022 માં બ્લોકબસ્ટર હતી. હવે મેકર્સ ફિલ્મ 'પોન્નિયીન સેલવન 2' ની સિક્વલ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. મેકરે મણિરત્નમ અને એઆર રહેમાનની તસવીરો પણ શેર કરી છે. જેમાં બંને સ્ટુડિયોમાં સાથે કામ કરતા જોવા મળે છે. એઆર રહેમાન અને મણિરત્નમ 'નાટુ-નાટુ' જેવું દમદાર ગીત બનાવવાની તૈયારી કરી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય.

આ પણ વાંચો: TJMM Box Office Collection : 'તુ જૂઠી મેં મક્કાર' 100 કરોડ ક્લબમાં પ્રવેશી, બીજા વીકએન્ડમાં આટલી કરી કમાણી

28 એપ્રિલે આવશે PS2: તસવીરો શેર કરતાં નિર્માતાએ કેપ્શન આપ્યું કે 'જ્યારે અમે 'આગા નાગા', 'રુઆ રુઆ', 'આગાનંધે', 'અકામલાર', 'કિરુનાગે'નો આનંદ લઈ રહ્યા છીએ. 'પોન્નિયીન સેલવન 2' 28 એપ્રિલે પાંચ ભાષાઓમાં સ્ક્રીન પર આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.