ETV Bharat / entertainment

Salman Khan Death Threat: રાજસ્થાનમાંથી સલમાન ખાનને ખતમ કરવાની ધમકી આપતો આવ્યો ફોન - સલમાન ખાન લેટેસ્ટ ન્યૂઝ

મુંબઈ પોલીસને સુપરસ્ટાર સલમાન ખાનને ખતમ કરવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સુપરસ્ટાર તારીખ 10 એપ્રિલની સાંજે મુંબઈમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટ્રેલરના ભવ્ય લોન્ચિંગમાં વ્યસ્ત હતા. હાલમાં સલમાન ખાન તેમની ફિલ્મના ટ્રેલરને લઈને ચર્ચામાં છે, ત્યારે આ તાજેતરની ઘટનાએ આશ્ચર્યચકિત કરી દીધા છે.

Salman Khan Death Threat: રાજસ્થાનમાંથી સલમાન ખાનને ખતમ કરવાની ધમકી આપતો આવ્યો ફોન

author img

By

Published : Apr 11, 2023, 12:31 PM IST

મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે સાંજે સલમાન ખાન આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રિલીઝ કરવાના કામકાજમાં વ્યસ્ત હતાં. સલમાન ખાનને ઈ-મેલ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યાના દિવસો પછી, મુંબઈ પોલીસને તારીખ 10 એપ્રિલના રોજ રાજસ્થાનના એક વ્યક્તિનો ફોન આવ્યો છે. જેણે આ મહિનાના અંતમાં સુપરસ્ટારને મારી નાખવાની ધમકી આપી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: KKBKKJ Trailer Launch: સલમાને કહ્યું, 'મૂવ ઓન કર જાઓ, જેના પર શેહનાઝે આપ્યો આ જવાબ

અભિનેતાને મારી નાખવાની ધમકી: મુંબઈ પોલીસને રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે ઓળખાવનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે તારીખ 30 એપ્રિલે અભિનેતાને મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ''ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા કોલમાં, રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ તારીખ 30 એપ્રિલે અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. વધુ તપાસ ચાલુ છે." કરનારે પોતાની ઓળખ રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે આપી હતી.

ઈ-મેલ દ્વારા ધમકી: માર્ચમાં ખાનને ઈ-મેલમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેના પગલે મુંબઈમાં પોલીસે કેસ દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અભિનેતાના નજીકના સહયોગીને મોકલવામાં આવેલ ઈ-મેલ ધમકીમાં માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈના તાજેતરના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં એક ચિલિંગ દાવા સાથે કહેવામાં આવ્યું હતું કે, "તેમના જીવનનો હેતુ સલમાન ખાનને મારવાનો હતો".

આ પણ વાંચો: Salman Khan Abs: ટ્રેલર લૉન્ચ વખતે સલમાને દર્શકોને બતાવ્યા તેના રિયલ એબ્સ, વીડિયો થયો વાયરલ

મેલના કેસમાં આરોપીની ધરપકડ: બાંદ્રા પોલીસ એક્શનમાં આવી અને સલમાનને ધમકી મેલના કેસમાં આરોપી ધાકડ રામની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ સાથે હાથ મિલાવ્યા હતા. તેને તારીખ 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે બાંદ્રા પશ્ચિમમાં સલમાનના ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દરમિયાન, સલમાન તરફથી તેને દૂર કરવા માટેના લેટેસ્ટ અલ્ટીમેટમ પર હજુ સુધી કોઈ શબ્દ આવ્યો નથી. સુપરસ્ટાર સોમવારે મુંબઈમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટ્રેલરના ભવ્ય લોન્ચિંગમાં વ્યસ્ત હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.