મુંબઈ: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ, જેમણે તાજેતરમાં તેમનું સાહસ ED-a-Mamma શરુ કર્યું છે. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે. બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોશિય મીડિયા દ્વારા આની જાહેરાત કરી છે. ભાગીદારીની ઘોષણા કરતા આલિયાએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ''આ શેર કરતા અનંદ થાય છે. ED-a-Mamma અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે.''
ભારતની સૌથી મોટી રિટેલર: આલિયાએ વધુમાં જણાવ્યું છે કે, ''રિલાયન્સ રિટેલ એ ભારતની સૌથી મોટી રિટેલર છે. અમારી પાસે જે સામ્ય છે તે એ છે કે અમે બાળકોના ઉત્પાદનનોના હોમગ્રાઉન, વોકલ ફોર લોકલ બ્રાન્ડ બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. જે પેરેન્ટ્સ અને પ્લેનેટ ફ્રેન્ડલી રહે. ઈશા અને મારા માટે પણ બે માતાઓ એક સાથે આવવાની વાત છે. આ તેને વધુ ખાસ બનાવે છે.''
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિડેટનું એક નિવેદન: રિલાયન્સ રિટેલ ED-a-Mammaમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિડેટની રિટેલ ઓપરેટિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિડેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો ઉદેશ્ય બ્રાન્ડ ED-a-Mammaને ગતિશીલ વૃદ્ધિના માર્ગ પર લઈ જવાનો છે. તે સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ કરશે અને બિઝનેસને આગળ વધારવા માટે તેની પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ લિમિટેડની મેનેજમેન્ટનો લાભ લેશે, બંને કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યં હતું.
સંયુક્ત સાહસ હસ્તાક્ષર કર્યા: માટે આલિયા ભટ્ટની ચિલ્ડ્રન્સ અને મેટરનિટી વેર ED-a-Mamma બ્રાન્ડ સાથે સંયુક્ત સાહસ (JV) હસ્તાક્ષર કર્યા છે, નિવેદનમાં જણાવાયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, ED-a-Mammaની સ્થાપના આલિયા ભટ્ટ દ્વારા 2020માં 2-12 વર્ષની વયના બાળકો માટે એપેરલ બ્રાન્ડ તરીકે કરવામાં આવી હતી. ગયા વર્ષે તેમણે તેમના ઉત્પાદનોમાં પ્રસૂતિ વસ્ત્રોનો પણ સમાવેશ કર્યો હતો. (PTI)