હૈદરાબાદ: તારીખ 24 સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચઢ્ઢા સાથે લગ્ન કરી લીધા છે. ત્યારે આ વચ્ચે તેમની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અભિનીત ફિલ્મ મિશન રાણીગંજનું ટ્રેલર બહાર પાડ્યું છે. 'મિશન રાણીગંજ' એ સ્વર્ગસ્થ જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત ફિલ્મ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
મિશન રાણીગંજનું ટ્રેલર રિલીઝ: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'મિશન: રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરની શરુઆત એક એલર્ટ એલાર્મ સાથે થાય છે. કોલસાની ખાણમાં કામ કરતા મજુરો દોડતા જોવા મળે છે, જેમાં પાણીનો ધોધ પુર જોષથી ધસી આવે છે. ઘણા મજુરો ફસાઈ જાય છે, જેમને બચાવવા માટે મિશન તૈયાર કરે છે. આ ફિલ્મમાં કોલસાની ખાણમાં ફસાયેલા મજદુરોના જીવ બચાવવા માટેનો અદમ્ય સાહસ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્ની તરીકે પરિણીતી ચોપરા છે, જ્યારે અક્ષય કુમાર એક શીખ એન્જીનિયરની ભૂમિકામાં જોવા મળે છે.
મિશન રાણીગંજની સ્ટારકાસ્ટ: ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દિપશીખા દેશમુખ, જેકી ભગનાની અને અજય કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં જોઈએ તો, અક્ષય કુમાર, પરિણીતી ચોપરા, કુમુદ મિશ્રા, પવન મલ્હોત્રા, રવિ કિશન, વરુણ બડોલા, રાજેશ શર્મા, વિરેન્દ્ર સક્સેના,આનંથ મહાદેવન, જમિલ ખાન, સુધીર પાંડે સામેલ છે. 'મિશન રાણીગંજ'નું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે. અગાઉ અક્ષય કુમારે 'રુસ્તમ' ફિલ્મમાં ટીનું સુરેશ દેસાઈ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ તારીખ 6 ઓક્ટોમ્બરે રિલીઝ થશે.
- Ragneeti Wedding Reception: લગ્ન બાદ પરિણીતી રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી
- Parineeti Raghav Wishes: અનુષ્કા શર્માથી લઈને કિયારા અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન
- Jawan Box Office Collection: વૈશ્વિક સ્તરે 'જવાન' 1000 કરોડની નજીક, ભારતમાં 66 ટકા ઘટાડો થવાની શક્યતા