મુંબઈ: અજય દેવગન અને તબ્બુ સ્ટારર 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝી દેશની સરહદ પાર કરવા જઈ રહી છે. સાઉથ કોરિયાના દર્શકો માટે તેની ઓફિશિયલ રિમેક બનાવવામાં આવશે. જેમાં તે મુજબ ફિલ્મમાં ફેરફાર કરવામાં આવશે. 'દ્રશ્યમ' એક ભારતીય ફ્રેન્ચાઇઝી છે. જેણે દરેક ભારતીય ભાષામાં સફળતા હાંસલ કરી છે, પછી તે મલયાલમ, તમિલ, કન્નડ, તેલુગુ કે હિન્દી હોય. આ જાહેરાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના ઈન્ડિયા પેવેલિયનમાં કરવામાં આવી છે.
-
BIGGG NEWS… ‘DRISHYAM’ TO BE REMADE IN KOREAN LANGUAGE: PANORAMA STUDIOS - ANTHOLOGY STUDIOS MAKE OFFICIAL ANNOUNCEMENT AT CANNES… #KumarMangatPathak’s #PanoramaStudios and #AnthologyStudios announce a partnership for the remake of #Drishyam franchise in #Korea.
— taran adarsh (@taran_adarsh) May 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The official… pic.twitter.com/1kw8eRaAN6
">BIGGG NEWS… ‘DRISHYAM’ TO BE REMADE IN KOREAN LANGUAGE: PANORAMA STUDIOS - ANTHOLOGY STUDIOS MAKE OFFICIAL ANNOUNCEMENT AT CANNES… #KumarMangatPathak’s #PanoramaStudios and #AnthologyStudios announce a partnership for the remake of #Drishyam franchise in #Korea.
— taran adarsh (@taran_adarsh) May 21, 2023
The official… pic.twitter.com/1kw8eRaAN6BIGGG NEWS… ‘DRISHYAM’ TO BE REMADE IN KOREAN LANGUAGE: PANORAMA STUDIOS - ANTHOLOGY STUDIOS MAKE OFFICIAL ANNOUNCEMENT AT CANNES… #KumarMangatPathak’s #PanoramaStudios and #AnthologyStudios announce a partnership for the remake of #Drishyam franchise in #Korea.
— taran adarsh (@taran_adarsh) May 21, 2023
The official… pic.twitter.com/1kw8eRaAN6
કોરિયન સાથે ભાગીદારી: વાર્નર બ્રધર્સ. ના ભૂતપૂર્વ સ્થાનિક કોરિયન વડા જે ચોઈ દ્વારા સ્થાપિત ભારતીય નિર્માણ કંપની પેનોરમા સ્ટુડિયો અને એન્થોલોજી સ્ટુડિયોએ કોરિયન રિમેક માટે 'પેરાસાઇટ' અભિનેતા સોંગ કાંગ-હો અને વખાણાયેલા નિર્દેશક કિમ જી-વુન સાથે ભાગીદારી કરી છે.
ફિલ્મની સફળતા: સ્વર્ગસ્થ નિશિકાંત કામત દ્વારા દિગ્દર્શિત 'દ્રશ્યમ'નો પહેલો ભાગ વિજય સલગાંવકરની આસપાસ ફરે છે. જેમની સાદી દુનિયા તેમના પરિવાર સહિત આકસ્મિક મૃત્યુથી વિખેરાઈ જાય છે અને તેમને કાયદાથી બચાવવા માટેના તેમના ભયાવહ પગલાંઓ છે. અજય દેવગન, તબ્બુ અને કમલેશ સાવંતના પ્રશંસનીય અભિનય સાથે આ ફિલ્મને ભારે સફળતા મળી હતી.
દ્રશ્યમની સાઉથ કોરિયન: નિર્માતા કુમાર મંગત પાઠકે કહ્યું, 'હું ઉત્સાહિત છું કે 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝી કોરિયનમાં બની રહી છે. કોરિયનમાં પહેલીવાર હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે. આનાથી માત્ર ભારતની બહાર તેની પહોંચ વધશે એટલું જ નહીં પરંતુ હિન્દી સિનેમાને વૈશ્વિક નકશા પર પણ સ્થાન મળશે. વર્ષોથી અમે કોરિયન શૈલીથી પ્રેરિત થયા છીએ. હવે તેમને અમારી એક ફિલ્મમાં પ્રેરણા મળી છે.
જે ચોઈનું નુવેદન: જે ચોઈ પણ આ સહયોગથી ઉત્સાહિત છે. તેણે કહ્યું, 'કોરિયન સિનેમાની મૌલિકતાને જાળવી રાખીને મોટા પાયે સફળ હિન્દી ફિલ્મની રિમેક કરવાની તક મળતાં અમે રોમાંચિત છીએ. કોરિયન અને ભારત સાથેના પહેલી વાર સહ નિર્માણ તરીકે રિમેકનું ખુબજ મહત્ત્વ છે. અમારી ભાગીદારી દ્વારા અમે ભારતીય અને કોરિયન સિનેમા બંનેમાંથી શ્રેષ્ઠને પડદા પર લાવવા અને એક અર્થપૂર્ણ રિમેક બનાવી શકીશું જે મૂળ ફિલ્મ જેટલી જ ઉત્તમ હશે.'
કુમાર મંગતનું નિવેદન: ફિલ્મ તેના ટ્વિસ્ટ અને ટર્ન્સથી દર્શકોને આકર્ષિત રાખશે તેમ જણાવતા, કુમાર મંગત પાઠકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝીને કોરિયા અને બાકીના વિશ્વમાં પણ પ્રેક્ષકો મળશે. તેઓઓ આ તારણ કાઢ્યું કે, ''આ બન્ને દેશ અને તેમના ફિલમ ઈન્ડ્ર્સ્ટ્રી વચ્ચે મહત્ત્વની સાંકૃતિક વિનિમયની શરુઆત છે.''
આ પણ વાંચો:
The Kerala Story: ફરી કમાણીમાં તેજી, 16માં દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન
The Kerala Story: ફરી કમાણીમાં તેજી, 16માં દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન
"આજ ખુશ તો બહુત હોંગે તુમ",'દીવાર'ના ડાયલોગના શુટિંગ વખતે કેમેરા પાછળ કેમેરામેન હતો જ નહીં