અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં ગોલ્ડન યુગ ચાલી રહ્યો છે.ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં એક પછી એક સુંદર ફિલ્મ આવી રહી છે. ત્યારે દિવાળી બાદ વધુ એક પારિવારીક ફિલ્મ વેનિલા આઇસ્ક્રીમ આવવા જઈ રહી છે.જેમાં મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર (malhar thakar supports the har ghar tiranga campaign) ઉપરાંત અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જોવા મળી આવશે.આ સમગ્ર ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 'હર ઘર તિરંગા' અભિયાનને (tiranga campaign in ahemdabad) સમર્થન આપીને સૌને પોતાના ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ફિલમ પ્રમોશન માટે પહોંચ્યા અમદાવાદની મુલાકાતે
તિંરંગો લહેરાવવા અપીલ: મલ્હાર ઠાકર તેમના સમગ્ર કાસ્ટિંગ અને મેનેજમેન્ટ ક્રૂ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 'હર ઘર તિરંગા' અભિયાનને સમર્થન (malhar thakar supports the har ghar tiranga campaign) આપી રહ્યા છે. જેથી લોકોમાં તિરંગાને લઇને જનજાગૃતિ આવે અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌ લોકો ઘરો પર તિંરંગો લહેરાવવા (tiranga campaign in ahemdabad) સંકલ્પબદ્ધ બને અને તિંરંગો લહેરાવે તેવી અપીલ કરી હતી.
વેનિલા આઇસ્ક્રીમ એક પરિવારીક ફિલ્મ: વેનીલા આઇસક્રીમ સોલો સ્પેરો ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને બ્લેક હોર્સ પ્રોડક્શન્સ દ્વારા સહ નિર્મિત પ્રીત સિંહ દ્વારા દિગ્દર્શિત ટોચની ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું શૂટિંગ ચોમાસામાં શરૂ થવાની ધારણા હતી. જો કે, અગાઉ પણ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું.'વેનીલા આઈસ્ક્રીમ' એ એક લવ સ્ટોરી છે, જે ઈમોશનલ ટચ સાથે એક ઘરની વાર્તાને દર્શાવે છે. દર્શકોને તેમના વાસ્તવિક જીવનમાં આવો જ અનુભવ કરાવે છે.
હર ઘર તિરંગા અભિયાનને સમર્થન: મલ્હાર ઠાકર કહે છે, 'આઝાદીના 75મા અમૃત મહોત્સવ પર આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં 'હર ઘર તિરંગા' અભિયાનને વેનીલા આઈસ્ક્રીમ'ની આખી ટીમ સંપૂર્ણ સમર્થન કરે છે.
મલ્હારની આ ફિલ્મમાં શું ભૂમિકા હશે: વિકી નો વરઘોડો', 'સારાભાઈ', 'સંદીપ પટેલ્સ અનટાઈટલ્ડ નેક્સ્ટ' અને 'ધુઆંધાર'ના સફળ લોન્ચ બાદ મલ્હાર ઠાકર આ ફિલ્મમાં વરુણની ભૂમિકા ભજવતા મુખ્ય અભિનેતાના પાત્રમાં જોવા મળશે. જે નાની અને કરૂણામય વાર્તાની સાથે જીવનના સૂર્ય અને પડછાયા પ્રદર્શિત કરશે.
આ પણ વાંચો: વિવાદ પર બ્રિન્દા ત્રિવેદીએ આપ્યો પોતાનો ખુલાસો
આ મૂવી એક બ્લોકબસ્ટર સાબિત થશે: ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જેવા સુપરસ્ટારની સાથે આ ફિલ્મ કોમેડી, રોમાન્સ, ડ્રામા અને લાગણીઓનું સંપૂર્ણ પેકેજ હશે. મલ્હાર ઠાકરે જણાવ્યું હતુ કે આ મૂવી એક બ્લોકબસ્ટર સાબિત થશે. કારણ કે અમારા ક્રૂએ શૂટિંગ ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ કૌશલ્ય, પ્રતિભા અને જુસ્સો રજૂ કર્યો હતો. મને આ પ્રકારના પ્રતિભાશાળી ક્રૂની સાથે કામ કરીને આનંદ થાય છે. અમે બધાએ દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શતી સાચી લાગણીને રજૂ કરવાના અમારા પ્રયાસો કર્યા છે. મલ્હાર ઠાકર દ્વારા વિશિષ્ટ રોમકોમ શૈલીથી ઘણા લોકો મંત્રમુગ્ધ થયા છે. 'વેનીલા આઈસ્ક્રીમ'ના લોન્ચિંગ બાદ તેઓ 'કેસરિયા' મૂવીમાં પોતાના અભિનય કૌશલ્યની સાથો જોવા મળશે જે આપ સૌને ફરી એકવાર સ્તબ્ધ કરી દેશે.