ETV Bharat / entertainment

Actor Anupam Kher: અભિનેતા અનુપમ ખેર લેન્સડાઉન પહોંચ્યા, કાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી - અભિનેતા અનુપમ ખેર ઉત્તરાખંડ પહોંચ્યા

હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકાર અનુપમ ખેર ઉત્તરાખંડમાં શાંત વાતાવરણની મજા માણી રહ્યા છે. તેઓ સુંદર ક્ષણનો આનંદ લેતા લેન્સડાઉન પહોંચી ગયા છે. તેઓ પ્રાકૃતિક દ્રશ્યોને જોઈને મુંત્રમુગ્ધ થઈ ગયા છે. અભિનેતા અનુુપમ ખેર પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ લેન્સડાઉનમાં કરવાના છે.

અભિનેતા અનુપમ ખેર લેન્સડાઉન પહોંચ્યા, કાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી

author img

By

Published : Aug 1, 2023, 4:48 PM IST

કોટદ્વાર: હિન્દી ફિલ્મ જગતમાં પોતાના શાનદાર અભનિયથી કરોડો દર્શકોને પ્રભાવિત કરવાવાડા અભિનેતા અનુપમ ખેર ઉત્તરાખંડ ગયા છે. તેઓ કુદરતી નજારાનો આનંદ માણવા અનુપમ ખેર મોડી સાંજે પૌડી ગઢવાલના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર લેન્સડાઉન ટાઉન પહોંચ્યા હતા. અનુપમ ખેરે ગઢવાલ રાઈફલ ફાયરિંગ રેન્જ, ટીપનટાપ, ભુલતાલના સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સુંદર અને અદભૂત ખીણની મજા માણી હતી.

ફિલ્મનું શૂટિંગ લેન્સડાઉનમાં: અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્માંકન માટે લેન્સડાઉન યોગ્ય સ્થળ છે. તેમણે તેમની ટીમ સાથે આગામી ફિલ્મના શૂટિંગ માટે લેન્સડાઉનથી ઝરીખાલ માર્ગ સુધી પહોંચ્યા હતા. અનુપમ ખેરે કહ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ લેન્સડાઉનમાં એક મહિના સુધી ચાલશે. લેન્સડાઉન પ્રકૃતિના ખોળામાં આવેલું છે. અભિનેતાએ અહિં શાંત વાતાવરણનો આનંદ માણ્યો હતો.

કાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત: અભિનેતા અનુપમ ખેર પહોંચ્યા હતા મહાદેવ કાલેશ્વર. ફેમસ હિન્દી કાશ્મીર ફાઈલ્સ સહિત હજારો ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા અભિનેતા અનુપમ ખેર લેન્સડાઉન પહોંચ્યા હતા. ત્યાર બાદ સૌપ્રથમ માહાદેવ કાલેશ્વર મંદિર ગયા હતા. અહિં તેમણે ભગવાન ભોલેના દર્શન કર્યા હતા. તેમણે સાંજની આરતીમાં ભાગ લીધો હતો.

હિમાલયની મુલાકાત લીધી: કાલેશ્વર મંદિરના પૂજારી રાજેશ ધ્યાનીએ જણાવ્યું હતું કે, અનુપમ ખેરે શ્રાવણનાં સોમવારે કાલેશ્વર મંદિરની આરતીમાં હાજરી આપી હતી. તેમણે દુર્ગા મંદિર લેન્સડાઉનના પ્રખ્યાત ટીપનટાપ, ગઢવાલ રાઈફલ્સ, લેન્સડાઉનમાં આર્મિ ફાયરિંગ રેન્જથી હિમાલયની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ ભુલતાલ ગઢવાલ વિકાસ નિગમ પ્રવાસી આવાસ વગેરે વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

  1. Box Office Updates: 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ મચાવ્યો હાહાકાર, 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર
  2. Danny Jigar First Look: યશ સોની સ્ટારર ડેની જીગરનો ફર્સ્ટ લુક આઉટ, 8 ડિસેમ્બરે રિલીઝ થશે
  3. Angus Cloud Death: અમેરિકન અભિનેતા એંગસ ક્લાઉડનું અવસાન, 25 વર્ષની વયે ઓકલેન્ડમાં લીધા અંતિમ શ્વાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.