અમદાવદ: 'તારક મેહાતા કા ઉલ્ટા ચશ્મા' TV સિરિલયલ ખુબ જ પ્રખ્યાત છે. આ સિરિયલમાં ભૂમિકા ભજવી રહેલા દરેક કલાકારોનું આગવું સ્થાન છે. તેમાના એક ચંપકલાલ જયંતિલાલ ગડાની ભૂમિકા અગત્યની છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચંપકલાલની ભૂમિકા જાણીતા હાસ્ય કલાકાર અમિત ભટ્ટે ભજવી છે. આજે આ અભિનેતાનો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે તેમના વિશે પરિચય મેળવિશું.
ચંપક ચાચાજીનો જન્મદિવસ: અમિત ભટ્ટનો જન્મ તારીખ 19 ઓગસ્ટ 1972માં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમના લગ્ન કુતિ ભટ્ટ સાથે 1999માં થયા હતા. તેમના બે બાળકો છે. તેઓ અભિનેતા ઉપરાંત હાસ્ય કલાકાર છે. તેમનું નામ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે જાણીતું છે. તેમણે આ સિરિયલમાં ચંપકલાલ ગડા એટલે કે, ચંપક ચાચાજીની ભૂમિકા ભજવી છે. આ સિરિયલમાં તેમણે શાનદાર ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે.
અમિત ભટ્ટની કારકિર્દી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું તે પહેલા અમિત ભટ્ટ 'ખીચડી', 'યસ બોસ', 'ચુપકે ચુપકે', 'ફની ફેમિલી ડોટ કોમ', 'એફઆઈઆર' જેવી ઘણી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળ્યા હતા. એટલું જ નહિં પરંતુ તેમના જોડિયા પુત્રો સાથે 'લવયાત્રી' ફિલ્મમાં કેમયોની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અમિત ભટ્ટે વર્ષ 1998માં CID સિરિયલમાં શરાબી તરીકેની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેમણે વર્ષ 2003 થી 2004 સુધી ખીચડીમાં જોવ મળ્યા હતા. વર્ષ 2006થી 2007માં FIRમાં કામ કર્યું હતું. વર્ષ 2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જયંતિલાલ ગિરધરલાલ ગડાની ભૂમિકા ભજવી છે. આ સિરિયલ દ્વારા તેમને ખુબ જ નામના મળી છે. અમિત ભટ્ટને ભારતીય ટેલિવિઝન એકેડેમી સહિત ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: આ સિરિલયલ TMKOC તરીકે ઓળખાય છે અને સિટકોમ શૈલી છે. આ સિરિયલ અસિત કુમાર મોદી દ્વારા બનાવવામાં આવી છે અને ધર્મેશ મહેતા, અભિષેક શર્મા, ધીરજ પાલસેતકર અને અન્ય દ્વારા નિર્મિત છે. આ સિરિયલ તારીખ 28 જુલાઈ 2008ના રોજ રિલીઝ થઈ હતી. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ કંપની દ્વારા નિર્મિત છે. આ સિરિયલમાં દિશા વકાણી દયા જેઠાલાલ ગડા દરીકેની ભૂમિકા માટે જાણીતી છે. આ ઉપરાંત અમિત ભટ્ટ છેલ્લા આશરે 15 વર્ષથી ચંપકલાલની ભૂમિકા ભજવી રહ્યાં છે.