ETV Bharat / entertainment

Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ, આ પ્રસંગે જાણો તેમના કરિયર વિશે

મહારાષ્ટ્રમાં જન્મેલી કાજોલ દેવગનનો આજે જન્મદિવસ છે. તેમણે 'પ્યાર તો હોના હી થા', 'માય નેમ ઈઝ ખાન' જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમણે બોલિવુડના પ્રખ્યાત કલાકાર અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. કાજોલના જણાવ્યા મુજબ શાહરુખ ખાન તેમના કો-સ્ટાર્સમાંથી એક છે. અભિનેત્રીના જન્મદિવસના પ્રસંગે કાજોલના કેરિયર વિશે જાણવા માટે આગળ વાંચો.

1990ના દાયકાની સફળ અભનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે જાણો તેમના કેરિયર વિશે

author img

By

Published : Aug 5, 2023, 10:47 AM IST

Updated : Aug 5, 2023, 5:26 PM IST

હૈદરાબાદ: કાજોલ ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ અભિનેત્રી છે. આજે કાજોલ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેમણે 'બેખુદી'થી ફિલ્મ કેરિયરની શરુઆત કરી અને 'ધ ટ્રાયલ' સુધીના સફર દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ફિલ્મમાં તેમના ગીતો પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા હતા. કાજોલને અનેક ફિલ્મફેર પુરસ્કારો પણ મળ્યા હતા. વર્ષ 2011માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માતિન કરવામાં આવી હતી. તો ચાલો આજે જન્મદિવસ પર તેમની કરાકિર્દી પર એક નજર કરીએ.

કજોલનું પરિવાર: કાજોલ દેવગનનો જન્મ તારીખ 5 ઓગસ્ટ 1974માં બોમ્બેમાં થયો હતો. તેમની માતાનું નામ તનુજા છે. તનુજા પણ એક અભિનેત્રી છે. કાજોલના પિતાનું નામ શોમ મુખર્જી છે. શોમ મુખર્જી નિર્દેશક અને નિર્માતા હતા. કાજોલની એક બહેન પણ હતી, જેનું નામ તનિષા છે. તનિષા પણ એક અભિનેત્રી છે. તેમની મામી નૂતન પણ અભિનેત્રી હતી. કાજોલના પરિવારના ઘણા સદસ્યો ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કાજોલનો ઉછેર તેમના મામાના ઘરે થયો હતો. કાજોલ અને અજય દેગન સૌપ્રથમ વર્ષ 1994માં 'ગુંડારાજ' ફિલ્મનું શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા. ત્યારથી તેમણે કાજોલે અજય દેવગન સાથે ડેટિંગ કરવાનું શરુ કર્યુ હતું. કજોલ-અજયના બે બાળકો છે, ન્યાસા અને યુગ.

કારકિર્દીની શરુઆત: કાજોલે અભ્યાસ દરમિાયન વર્ષ 1992માં 'બેખુદી' ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેમની બેસ્ટ ફિલ્મની વાત કરીએ તો, વર્ષ 1993માં 'બાજીગર' ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને આકર્ષિત કર્યા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથેની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. ત્યાર બાદ વર્ષ 1994માં 'યે દિલ્લગી'માં કામ કર્યુ હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

કાજોલની સુપરહિટ ફિલ્મ: કાજોલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં વર્ષ 1955માં રિલીઝ થયેલી 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' સામેલ છે. આ ફિલ્મમાં કાજોલ સાથે સાહરુખ ખાને સહ અભિનેતા તરીકે ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફિલ્મે અભિનેત્રી કાજોલને વર્ષ 1990ના દાયકાની અગ્રણી સ્ટાર બનાવી દીધી હતી. વર્ષ 2001માં 'કભી ખુશી કભી ગમ' આ પારિવારિક સ્ટોરી પર આધારિત ફિલ્મ હતી.

સફળ અભિનેત્રી કાજોલ: વર્ષ 2006માં તેમની આમિર ખાન સાથેની રોમન્ટિક થ્રિલર ફિલ્મ 'ફના' રિલીઝ થઈ હતી. વર્ષ 2015માં તેમની ખુબ જ પ્રખ્યાત ફિલ્મ 'દિલવાલે' રિલીઝ થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2020માં 'તાન્હાજી', 2021માં 'ત્રિભંગા' અને વર્ષ 2023માં 'ધ ટ્રાયલ' ફિલ્મમાં અભિનય કર્યો છે. આમ કાજોલની એક પછી એક હિટ ફિલ્મ બનતી ગઈ અને તેઓ એક સફળ અભિનેત્રી તરીકે બહાર આવ્યા.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

તુજે દેખા તો: કાજોલનું સુપરહિટ ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' છે. આ ગીત ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું છે. આ ગીત વર્ષ 1990ના દાયકામાં લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલું સુપરહિટ ગીત છે. આ ગીત દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. આ ગીતનું શૂટિંગ 'ગુડગાંવ'માં કરવમાં આવ્યું હતું. શાહરુખ ખાનના જન્મદિવસ પર બુર્જ ખલીફામાં વગાડમાં આવ્યું હતું. એટલું જ નહિં પરંતુ શાહરુખ ખાને આ ગીત રેડ સી ફિલ્મ ફેસ્ટિલવમાં ગાયું હતું. આ ગીત ભોજપુરી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. કુમાર સાનુને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

હો ગયા હૈ તુજકો: કાજોલ અને શાહરુખ ખાનનું બીજું સુપરહિટ સોન્ગ ફિલ્મ 'દલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નુ 'હો ગયા હૈ તુજકો' આ ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણે ગાયું છે. આ ફિલ્મ વર્ષ 20 ઓક્ટોમ્બર 1995માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મના ગીતામાં શાહરુખ ખાન અને કાજોલની જોડી ખુબ જ શાનદાર જોવા મળે છે.

  1. Ghoomer trailer out: એક હાથે અનીના ક્રિકેટ રમશે, અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઘૂમર'નું ટ્રેલર રિલીઝ
  2. Koi... Mil Gaya Re Released : 20 વર્ષ પછી થિયેટરમાં 'કોઈ મિલ ગયા'
  3. Hbd Kishore Kumar: 'કિશોર દા' બસ નામ હી કાફી હૈ... 'જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ, જો મકામ ફિર નહી આતે'

Last Updated : Aug 5, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.