ETV Bharat / entertainment

3 Ekka Box Office Collection: '3 એક્કા'એ બોક્સ ઓફિસ પર 20 કરોડનો આકડો કર્યો પાર, જાણો ફિલ્મની કુલ કમાણી - 3 એક્કા બોક્સ ઓફિસ કલેક્શન

ઢોલિવુડના પ્રખ્યાત કલાકાર મલ્હાર ઠાકર, યશ સોની અને હિતુ કનોડિયા સ્ટારર ફિલ્મ '3 એક્કા'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મે જોરદાર કમાણી કરી છે. આ સાથે રાજેશ શર્મા નિર્દેશિત ફિલ્મે કુલ કેટલી કમાણી કરી તે જાણવા માટે આગળ વાંચો.

'3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડનો આકડો કર્યો પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 10:47 AM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'એ 12 દિવસમાં 20 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે યશ સોનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને જાહરેત કરી છે. યશ સોની, મલ્હાર ઠાકર અને એશા કંસારા અભિનીત ફિલ્મ '3 એક્કા' તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે થિયેટરોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.

3 એક્કા ફિલ્મની બીજા સપ્તાહની દિવસ પ્રમાણે કમાણી: યશ સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''આ ટેબલ પર '3 એક્કા'ની બાજી નઈ, ગુજરાતી ઔડીએન્સનો પ્રેમ જીતી ગયો છે. 12 દિવસમાં 20 કરોડ રુપિયાનું બોક્સ ઓફિસ કલેક્સન.'' '3 એક્કા' ફિલ્મ બીજા સપ્તાહમાં ચાલી રહી છે. મલ્હાર ઠાકરની ફિલ્મ '3 એક્કા'ને લઈ ચાહકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઈન્ટસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, બીજા સપ્તાહમાં 8માં દિવસે 1.23 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 9માં દિવસે 1.89 કરોડ અને 10માં દિવસે 2.93 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ દિવસે રવિવાર હતો, જેના કારણે ફિલ્મની કમાણીમાં વૃદ્ધિ જોવા મળે છે.

3 એક્કા ફિલ્મે 20 કરોડનો આકડો કર્યો પાર: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર 11માં દિવસે 0.8 કરોડ, 12માં દિવસે 0.77 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આમ 12 દિવસમાં લગભગ કુલ 20.18 કરોડ ઈન્ડિયા નેટ કમાણી કરી છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 13 દિવસે '3 એક્કા' ફિલ્મ બોક્સ ઓફિસ પર (પ્રારંભિક અંદાજ) 1.02 કરોડ રુપિાયની કમાણી કરી શકે છે. આ સાથે પ્રારંભિક અંદાજ મુજબ, કુલ 21.2 કરોડનું કલેક્શન થઈ જશે. રાજેશ શર્મા નિર્દેશિત ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા મહત્ત્વની ભૂમિકામાં છે.

  1. Jawan Special Screening: રિતિક રોશન સહિત ઘણા સ્ટાર્સ 'જવાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે Yrf સ્ટુડિયો પહોંચ્યા
  2. Jawan Twitter Review: કિંગ ખાન સ્ટારર ફિલ્મ 'jawan'નો ટ્વીટર પર ક્રેઝ, દર્શકોએ આપી પ્રતિક્રિયા
  3. Jawan Fans Outside The Thatre: શાહરુખ ખાનના ચાહકોએ થિયેટરની બહાર 'જવાન'ની કરી ઉજવણી, કિંગ ખાને આભાર માન્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.