હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાનની ચર્ચામાં રહેલી બોલિવુડ એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન'ને ભારત અને વિદેશમાં એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું પ્રી-સેલ્સ વૈશ્વિક સ્તરે 45 કરોડની નજીક છે. 'જવાને' શાહરુખ ખાનની અગાઉની રિલિઝ 'પઠાણ'ના પગલે ચાલીને 10 લાખ એડવાન્સ ટિકિટ વેચનારી બીજી બોલિવુડ ફિલ્મ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
જવાન પઠાણનો રેકોર્ડ તોડે તેવી શક્યતા: 'જવાન'ની શરુઆતના દિવસે 1.08 મિલિયન ટિકિટનું વેચાણ કરવામાં સફળ રહી છે. 'જવાન'ના પ્રથમ સ્ક્રીનિંગ માટે થોડા કલાકો બાકી રહ્યાં છે. શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ 'જવાન' પહેલાથી જ માઈલ્ટોન વટાવી ચૂકી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાનની આ ફિલ્મ દિવસના અંત સુધીમાં 'પઠાણ'ને વટાવી જવા તૈયાર છે, જેણે બોલિવુડના ઇતિહાસમાં શરુઆતના દિવસે સૌથી વધુ પ્રી-સેલ્સનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ: 'જવાન' હિન્દી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરે તેવી શક્યતા છે. સેકનિલ્ક અનુસાર, ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શનમાં 80 કરોડથી વધુ અને વિશ્વભરમાં 125 કરોડની પ્રભાવશાળી કમાણી કરશે. 'પઠાણ' હાલમાં બોલિવુડના સૌથી મોટા ઓપનરનું બિરુદ ધરાવે છે, તેની સ્થાનિક કમાણી 67 કરોડ અને વૈશ્વિક સ્તરે 105 કરોડ રુપિયા છે.
જવાન ફિલ્મના મુખ્ય કલાકારો: એટલી દ્વારા નિર્દેશિત અને શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્મિત 'જવાન' હિંમતવાન મહિલાઓના જૂથના સમર્થન સાથે સમાજની ભૂલોને સુધારવા માટે નિર્ધારિત નાયકની આસપાસ ફરતી આકર્ષક સ્ટોરી રજૂ કરે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી અને સાન્યા મલ્હોત્રા સાથે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ સાથે દીપિકા પાદુકોણ પણ કેમિયોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અન તેલુગુમાં તારીખ 7 સેપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે.