ચૂંટણી વિભાગ દાદરા અને નગર હવેલીના કુલ 38 માઇક્રો ઑબ્ઝર્વરને ચૂંટણીના કાર્ય સંબંધિત નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 14 માઇક્રો ઑબ્ઝર્વરને ક્રિટીકલ પોલિંગ સ્ટેશન ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો 14 માઇક્રો ઑબ્ઝર્વરને નબળા વિસ્તારમાં કામગીરી પણ સોંપવામાં આવી છે. જ્યારે 10 માઇક્રો ઑબ્ઝર્વરને રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી સાથે તમામ ઑબ્ઝર્વર સાથે આ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દાદરા અને નગર હવેલીના ચૂંટણી વિભાગ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની બાંધછોડ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે. તે સંબંધીત જાણકારી પણ આપવામાં આવી હતી. જેના માટે વિવિધ બેન્કોમાંથી માઇક્રો ઑબ્ઝર્વરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ લોકો ભારત સરકારના નિર્વાચન આયોગ તરફથી ચૂંટણી નિરીક્ષક જી.એચ ખાનને રિપોર્ટ કરશે તથા પોલીસ સ્ટેશન ઉપર કોઈપણ પ્રકારની ગતિવિધિઓ કે ગંભીર બાબતો હશે તો, જનરલ ઑબ્ઝર્વર તથા R.Oનું ધ્યાન કેન્દ્રિત કરે તેવા સુચનો પણ કરવામાં આવ્યા હતા.