જૂનાગઢના માળીયા હાટીના ખાતે જૂનાગઢ બેઠકના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પુંજા વંશ દ્વારા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શો રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યો હતો. જેની સાથે સાથે પુંજા વંશે વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરીને પોતાનો પ્રચાર કર્યો હતો. આ રોડ શૉમાં આશરે 200થી 300 લોકો જોડાયા હતા. આગામી ચુંટણીને ઘ્યાનમાં લઇને મતદારો કોંગ્રેસને મતદાન કરશે તેવી આશા સાથે આ રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપમાંથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસમાંથી પુંજા વંશ સામ સામે ઉતર્યા છે. આ બન્ને ઉમેદવારો કોળી જ્ઞાતિના છે. જેથી આ ચુંટણી કોળી વિરૂદ્ધ કોળીની પણ કહી શકાય.