ETV Bharat / elections

ગુજરાતમાં સરેરાશ 62.36 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ તો સૌથી ઓછું સુરેન્દ્રનગરમાં મતદાન

ગાંધીનગરઃ ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. ગુજરાતમાં સરેરાશ 62.36 ટકા મતદાન થયું છે. જેમાં વલસાડમાં સૌથી વધુ 74.09 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું સુરેન્દ્રનગરમાં મતદાન થયું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો અને 4 વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જેની 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. 4 વિધાનસભા પૈકીની ઊંઝા, જામનગર(ગ્રામ્ય), માણાવદર અને ધ્રાંગધ્રામાં શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું.

author img

By

Published : Apr 23, 2019, 8:22 PM IST

સ્પોટ ફોટો

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન જેવા નેતાઓ મતદાન કર્યું હતું. રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું કે, ભાજપના કાર્યકરો અને મીડિયાનો હું આભાર માનું છું. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. આંતરિયાળ વિસ્તારમાં રસ્તા અને પાણી મુદ્દે ડાંગના કેટલાક ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ક્યાંક EVM ખોટવાયા હતાં, ત્યારબાદ ખામી દૂર કરી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની 7 બેઠક પર મતદાન

  • સૌરાષ્ટ્રની 7 પૈકીની રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર મતદાન શરૂ થયું હતું. સવારે 7 વાગ્યા પહેલા જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા. મતદાન માટે મતદારોની લાઇનો જોવા મળી રહી હતી. CM રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રની 7 બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકાથી વધુ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઇવીએમ બંધની ફરિયાદો ઉઠી રહી હતી.

મધ્ય ગુજરાતની 7 બેઠકો પર મતદાન

  • મધ્ય ગુજરાતની વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ બેઠક પર મતદાન થયું હતું. સવારથી જ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ બપોરના સમયે મતદાનની ગતિ ધીમી થઇ હતી. અહીં 7 બેઠકો પર સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ભરૂચ લોકસભા બેઠક પર સૌથી વધુ 69.42 ટકા મતદાન નોંધાયું છે. વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સવારે મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પણ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન કર્યું હતું. અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન

  • રાજ્યમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં પ્રારંભમાં EVMની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. સુરત સહિત નવસારી, બારડોલી, વલસાડના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બારડોલીમાં સૌથી વધુ 68.99 ટકા મતદાન થયું હતું. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ, વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, ભાજપના કે.સી. પટેલ, બારડોલીના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી અને સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક આધેવાડા, ભાજપના ઉમેદવાર દર્શના જરદોષે પોતાનો મત આપ્યો હતો.

ઉત્તર ગુજરાતની 4 બેઠક મતદાન

  • ઉત્તર ગુજરાતની 4 બેઠક પૈકીની બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા મતદાન યોજાયું હતું. આ વખતની ચૂંટણી ભાજપ માટે સીટો બચાવવાની પ્રતિષ્ઠાનો જંગ તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ બની હતી. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર પરબત પટેલ થરાદમાં અને કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે રતનપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડીમાં, દિલીપ ઠાકોર હારીજમાં, મહેસાણાના ભાજપ ઉમેદવાર શારદાબેન પટેલ અમદાવાદ થલતેજ ખાતે મતદાન કર્યું હતું. આ ઉપરાંત મહેસાણા કોંગ્રેસ ઉમેદવાર એ.જે.પટેલ ચાણસ્મામાં પોતાનો મત આપ્યો હતો. પાટણ બેઠક પર કોંગ્રેસના જગદીશ ઠાકોર નરોડા, અમદાવાદમાં, જ્યારે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પોતાના વતનમાં મતદાન કર્યું હતું. આ સિવાય સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડ પોતાના ગામ ભાગપુર, પ્રાંતિજમાં મતદાન કર્યું હતું. અ ઉપરાંત કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે ગુજેરી, ધનસુરામાં મતદાન કર્યું હતું.

Intro:Body:

ગુજરાતમાં સરેરાશ 62.36 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ અને સૌથી ઓછું સુરેન્દ્રનગર

ગાંધીનગરઃ ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. ગુજરાતમાં સરેરાશ 62.36 ટકા મતદાન થયું છે. જેમાં વલસાડમાં સૌથી વધુ 74.09 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું સુરેન્દ્રનગરમાં મતદાન થયું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો અને 4 વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જેની 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. 4 વિધાનસભા પૈકીની ઊંઝા, જામનગર(ગ્રામ્ય), માણાવદર અને ધ્રાંગધ્રામાં શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું. 

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન જેવા નેતાઓ મતદાન કર્યું હતું. રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું કે, ભાજપના કાર્યકરો અને મીડિયાનો હું આભાર માનું છું. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. આંતરિયાળ વિસ્તારમાં રસ્તા અને પાણી મુદ્દે ડાંગના કેટલાક ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ક્યાંક EVM ખોટવાયા હતાં, ત્યારબાદ ખામી દૂર કરી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની 7 બેઠક પર મતદાન

સૌરાષ્ટ્રની 7 પૈકીની રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર મતદાન શરૂ થયું હતું. સવારે 7 વાગ્યા પહેલા જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા. મતદાન માટે મતદારોની લાઇનો જોવા મળી રહી હતી. CM રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રની 7 બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકાથી વધુ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઇવીએમ બંધની ફરિયાદો ઉઠી રહી હતી.

મધ્ય ગુજરાતની 7 બેઠકો પર મતદાન

મધ્ય ગુજરાતની વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ બેઠક પર મતદાન થયું હતું. સવારથી જ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ બપોરના સમયે મતદાનની ગતિ ધીમી થઇ હતી. અહીં 7 બેઠકો પર સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ભરૂચ લોકસભા બેઠક પર સૌથી વધુ 69.42 ટકા મતદાન નોંધાયું છે. વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સવારે મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પણ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન કર્યું હતું. અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન

રાજ્યમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં પ્રારંભમાં EVMની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. સુરત સહિત નવસારી, બારડોલી, વલસાડના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બારડોલીમાં સૌથી વધુ 68.99 ટકા મતદાન થયું હતું. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ, વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, ભાજપના કે.સી. પટેલ, બારડોલીના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી અને સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક આધેવાડા, ભાજપના ઉમેદવાર દર્શના જરદોષે પોતાનો મત આપ્યો હતો.

ઉત્તર ગુજરાતની 4 બેઠક મતદાન

ઉત્તર ગુજરાતની 4 બેઠક પૈકીની બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા મતદાન યોજાયું હતું. આ વખતની ચૂંટણી ભાજપ માટે સીટો બચાવવાની પ્રતિષ્ઠાનો જંગ તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ બની હતી. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર પરબત પટેલ થરાદમાં અને કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે રતનપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડીમાં, દિલીપ ઠાકોર હારીજમાં, મહેસાણાના ભાજપ ઉમેદવાર શારદાબેન પટેલ અમદાવાદ થલતેજ ખાતે મતદાન કર્યું હતું. આ ઉપરાંત મહેસાણા કોંગ્રેસ ઉમેદવાર એ.જે.પટેલ ચાણસ્મામાં પોતાનો મત આપ્યો હતો. પાટણ બેઠક પર કોંગ્રેસના જગદીશ ઠાકોર નરોડા, અમદાવાદમાં, જ્યારે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પોતાના વતનમાં મતદાન કર્યું હતું. આ સિવાય સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડ પોતાના ગામ ભાગપુર, પ્રાંતિજમાં મતદાન કર્યું હતું. અ ઉપરાંત કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે ગુજેરી, ધનસુરામાં મતદાન કર્યું હતું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.