મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટ પર 89,722,019 મતદારો છે. જેમાં 96,661 મતદાન કેન્દ્રો પર મતદારો મત આપશે. આ ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં અપક્ષોની સંખ્યા 1400 છે. બસપા 262 બેઠકો પર અને ભાજપ 164 બેઠકો પર લડી રહી છે. જોકે ગઠબંધનના 14 ઉમેદવાર પણ ભાજપના પ્રતીક પર લડી રહ્યા છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી 16 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી આઠ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
આ જ રીતે કોંગ્રેસ 147 બેઠકો, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 101 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) 121 બેઠકો પર લડી રહી છે. શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 3001 પુરુષ અને 235 મહિલા ઉમેદવારો મેદાનમાં છે.