આપને જણાવી દઈએ કે, મતદાન થવાના 48 કલાક પહેલા મૌન કાળ એટલે કે સાઈલેન્સ પીરિયડ હોય છે. જે દરમિયાન કોઈ પણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગી જાય છે.
ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 117 લોકસભા બેઠકો પર 23મી એપ્રિલે મતદાન યોજાશે. આ બેઠકો સિવાય બીજા તબક્કાની જે બે બેઠકો પર (તમિલનાડુની વેલ્લોર અને ત્રિપુરાની પશ્વિમ બેઠક) પર ચૂંટણીપંચે મતદાન ટાળી દીધું હતું. આ રીતે 16 રાજ્યોની 117 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગુજરાતની તમામ 26, ગોવાની 2, જમ્મુ કાશ્મીરની 1, દમણ દીવની 1, બેઠકો સામેલ છે.
ત્રીજા તબક્કામાં જોઈએ તો આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગુજરાતની તમામ 26, ગોવાની 2, જમ્મુ કાશ્મીરની 1, કર્ણાટકની 14, કેરળની 20, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 5, દાદરા નગર હવેલી તથા દમણ દીવની 1 બેઠક સામેલ છે.