પાટણ નગરીના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ પાટણનો ઇતિહાસ લોકો સમક્ષ શબ્દ તસવીરથી રજૂ કર્યો હતો. તો આવો આપણે પણ શબ્દ તસવીર પર એક ઝલક નિહાળીએ...
PM મોદીએ જણાવ્યું કે, “સામાન્ય રીતે સારા પ્રસંગે આપણે જે રીતે વડીલોના દર્શન લઈએ છીએ તે રીતે આજે હું મારા માટે સર્વસ્વ એવા ગુજરાતીઓનો આશીર્વાદ લેવા આવ્યો છું. પાટણ તો મારું ઘર છે અને ઘરમાં આવીને ચૂંટણી વાતો કરાય નહીં. રાણકીવાવને વલ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું છે.”
વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહારો....
કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે, “આતંકવાદને કોંગ્રેસ પાર્ટીએ પાળ્યો છે. કોંગ્રેસને દેશની સેના પર જ ભરોસો નથી અને દેશના ગૌરવ સમાન એર સ્ટ્રાઇક કરી તો પણ સેના પર ભરોસો ન રાખનાર લોકો એ તેના પુરાવા માંગ્યા હતા. જનતાએ આતંકવાદ નાબુદ કરવા માટે મને દિલ્હીની ગાદી આપી હતી તેથી હું કહીશ કે આતંકવાદ રહેશે અથવા તો હું રહીશ. ભારત દેશ આગળ આવે તે કોંગ્રેસને ગમતું નથી. આપની સરકારે એટલે કે જનતાની સરકારે દેશની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લીધા છે.”
તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, “ખુરશીને રહેવું હોય તો રહે જવું હોય તો જાય હું રહીશ અથવા આતંકવાદ રહેશે. શરદ પવારના નિવેદન પર ટોણો મારતા વડાપ્રધાને કહ્યું કે, મોદી શું કરે તે કોઈને ખબર ન પડે, જો શરદ પવારને ખબર ન પડતી હોય તો ઇમરાન ખાનને ક્યાંથી ખબર પડે. તેમને ખબર પણ નહી પડે ક્યારે ભારત ઘરમાં ઘુસી જશે, પાકિસ્તાનને ઘરમાં જઇને મારે એવી તોપ ભારતે બનાવી લીધી છે. AK-47થી પણ આધુનિક ઉપકરણોનું નિર્માણ ભારતે કર્યુ તેવું વડાપ્રધાને કહ્યું હતું.”
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાટણવાસીઓ વખાણ કરતા કહ્યું કે....
પાટણવાસીઓને ગુરૂ કહેતા કહ્યું હતું કે, "મારા ગુરૂજન કહો તો પણ તમે, મારા સાથી ગોઠીયા પણ કહો તો પણ તમે એટલે આશીર્વાદ લેવાનું આવવું સ્વાભાવિક છે. સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારેય ટોણો મારવોનો મોકો ન મળે. 23મી મે ચૂંટણીના પરિણામોમા પરિણામ આવે ત્યારે ફિર એક બાર મોદી સરકાર એતો પાક્કુ થશે.
ભાજપ સરકાર ઉપલ્બધી ગણાવતા તેમણે કહ્યું કે...
દુનિયાની ચોથી મહાશક્તિ ભારત બન્યું છે. કોંગ્રેસે 60 વર્ષ સરકાર ચલાવી દેશને 11મું સ્થાન અપાવ્યું જ્યારે આ ચા વાળાએ 5 વર્ષમાં દેશને ચોથું સ્થાન અપાવ્યું છે. અમારી સરકારની તમામ નિતીઓનો આધાર નિયત છે. અમે માનીએ છીએ કે કોઇ પણ નિર્ણય કરવા છેવાડાના માનવી ને ધ્યાનમાં લેવા જોઇએ. તેમણે જનતાને વાયદો કરતા જણાંવ્યું હતું કે નવી સરકારમાં પાણી માટે અલગ મંત્રાલય બનાવાશે. પાણીની સમસ્યા હંમેશા માટે હલ કરવામાં આવશે. તેમજ દરેક નાગરિકને પોતાનું ઘર એ મારુ સપનું છે. મોદી સરકારમાં યોજાયેલો કુંભમેળાની વાત કરતા તેમણે કહ્યું 2019ના કુંભના મેળાની ચર્ચા અમેરીકાના છાપાએ પણ કરી હતી.