હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્યમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની અર્ધસૈનિક બળોની 130 કપંનીઓને હરિયાણાના અલગ અલગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના વિવાદિત મતદાન મથકો પર સેન્ટ્રલ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે અને મોનિટરિંગ અને વેબકાસ્ટિંગ માટે માઇક્રો ઓબ્ઝર્વેટરની નિમણૂક કરવામાં આવશે. હરિયાણામાં 10,309 સ્થળો પર કુલ 19,578 મતદાન મથકો છે, જેમાથી 83 મતદાન મથકો વિવાદિત અને 2923 સંવેદનશીલ કેન્દ્રો છે.
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં હરિયાણાના 1 ,83,90,525 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં 98,78, 042 પુરુષ મતદારો, 85,12, 231 મહિલા મતદારો અને 252 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. મતદારોમાં 1,07,955 સેવા મતદારો છે.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપ-90, BSP-87, CPI-4, CPI(M)-7, કોંગ્રેસ-90, NCP-1, ભારતીય રાષ્ટ્રીય લોકદળ-81, જનનાયક પાર્ટી-87 અને આઝાદ-375 અને 434 અન્ય ઉમેદવારો વિવિધ પાર્ટીઓ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.