ETV Bharat / crime

મહિલા પર પેટ્રોલ છાંટીને બાળી નાંખી લોકોએ વીડિયો બનાવ્યો - IPC 354

રાજસ્થાનના પાટનગર જયપુરના રાયસેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલા પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો મામલો સામે આવ્યો છે. આગમાં સળગી રહેલી મહિલા ચીસો પાડતી રહી પણ લોકો મૂક પ્રેક્ષક બનીને જોતા જ રહ્યા. ઘટના તારીખ 10 ઓગસ્ટની જણાવવામાં આવી રહી છે. તારીખ 16 ઓગસ્ટ મંગળવારે મોડી રાત્રે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ETV ભારત આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. Domestic Violence IPC 498A, Insult the modesty of any woman, Jaipiur Police

મહિલા પર પેટ્રોલ છાંટીને બાળી નાંખી લોકોએ વીડિયો બનાવ્યો

author img

By

Published : Aug 17, 2022, 8:30 PM IST

જયપુર જયપુરના રાયસેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાનો નિર્દય ચહેરો જોવા મળ્યો હતો. અહીં પરણિત મહિલાને પેટ્રોલ છાંટીને (Insult the modesty of any woman) સળગાવી દેવામાં આવી પરંતુ લોકો મૂક દર્શક બનીને જોતા જ રહ્યા. અડધો ડઝનથી વધારે લોકો પર પેટ્રોલ છાંટીને મહિલાને જીવતી સળગાવવાનો આરોપ છે. આવું કરવાનો આરોપ પાડોશીઓ પર લગાવવામાં આવ્યો છે. મરતા પહેલા મહિલાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે ત્યાં થતી છેડતીનો (Domestic Violence IPC 498A) વિરોધ કર્યો હતો. મૃતકના પરિજનોએ જણાવ્યું કે તારીખ 10 ઓગસ્ટના રોજ મહિલા (IPC 354) સવારે શાળામાં ભણાવવા જઈ રહી હતી. એ સમયે આ ઘટના બની.

આ પણ વાંચો સ્કૂલ બસ પર કરાયો હુમલો, જાણો સમગ્ર ઘટના વિશે

મહિલા પર પેટ્રોલ છાંટ્યું આ દરમિયાન રસ્તામાં કેટલાક લોકોએ મહિલા પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આરોપીઓથી બચવા માટે મહિલા પાડોશીઓના ઘરમાં છુપાઈ ગઈ હતી. આ દરમિયાન બદમાશોએ મહિલાને બહાર નહીં કાઢવામાં આવે તો ઘરમાં છુપાયેલા લોકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આગમાં દાઝી ગયેલી મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન મૃત્યું પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલાએ પડોશમાં રહેતા લોકોને પૈસા ઉછીના આપ્યા હતા. મંગળવારે મોડી રાત્રે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પૈસા પરત માંગવા બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. આરોપીઓ પૈસા પરત ન કરવાના ઈરાદે મહિલા પર હુમલો કરી ચૂક્યા છે. અગાઉ મહિલાએ રાયસર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે મારપીટ અને છેડતીનો કેસ નોંધાવ્યો હતો. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ પણ વાંચો બંદૂકના જોરે મહિલા સાથે ગેંગરેપ કરતા પહેલા આરોપીઓએ કર્યું આ કામ

વીડિયો વાયરલ થયો એક મહિલાને સળગાવી હોવાનો દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોથી પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામવરામગઢના ડીએસપી શિવ કુમારે જણાવ્યું કે મહિલાના પરિવાર અને પડોશમાં રહેતા લોકો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે અગાઉ પણ એકબીજા વિરુદ્ધ ફરિયાદો થઈ હતી. પોલીસે નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.