વડોદરા વડોદરા જિલ્લામાં વારંવાર વિદેશી દારૂ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા LCB (Vadodara District LCB Team) દ્વારા વિદેશી દારૂ ઘુસણખોરીનો વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા LCBની ટીમ આમલીયારા ગામ પાસે GEBના ગેટ પાસે હાલોલ વડોદરા ટ્રેક પરથી જરોદ પોલીસ સ્ટેશન (Jarod Police Station) હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં (Jarod Police Patrolling) હતી. તે દરમિયાન એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો (Foreign liquor quantity seized in Vadodara) છે.
ચોક્કસ બાતમીના આધારે LCB ત્રાટકી પ્રાથમિક વિગતો અનુસાર વડોદરા જિલ્લા LCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા બોલેરો પીક અપ ગાડીમાં ડુંગળીની બોરીઓ ભરેલી છે. જે બોરીની આડમાં મોટી સંખ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ(Foreign liquor of Indian origin) લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે LCBએ જરોદ તરફથી આવતી બોલેરો ગાડીને જોતા LCBની ટીમ આમલીયારા ગામ પાસે આવેલા GEBના ગેટ સામે હાલોલ વડોદરા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. આ વોચ વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન સાધારણ ટ્રાફિક વચ્ચે જરોદ તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી આવતી જણાતા ગાડીનો ચાલક દૂરથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ થઈ રહેલું તે જાણતા પોતાની બોલેરો ગાડી રોડ ઉપર મૂકી અંધારાનો લાભ લઈ રોડ ક્રોસ કરી ઝાડી ઝાંખરામાં નાસી ગયો હતો. જેનો પોલીસ દ્વારા પીછો કરતા તે પકડાયો નહોતો.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સફેદ પિક અપ ગાડીનો ચાલક પોલીસને જોતા ભાગી ગયો હતો. LCB દ્વારા ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે જોતા સડી ગયેલા વાસ મારતી ડુંગળી ભરેલા કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો. ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી 90 જેમાં કુલ વિદેશી દારૂની બોટલ નંગ 1560 જેની કિંમત 3,36,000 તથા બોલેરો પીકપ ગાડીની કિંમત 3 લાખ મળી કુલ 6 લાખ 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી વિદેશી દારૂ મૂકીને ભાગી ગયેલી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર જિલ્લા LCB દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી (Foreign Liquor Smuggling) કરતા શખ્સો સામે લાલ આંખ કરી છે, ત્યારે સ્થાનિક પોલીસ સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે