મોરબી: શહેરમાંં ત્રણ દિવસ પૂર્વે રાજપર રોડ(Rajpar Road in Morbi) પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે(Team of State Monitoring Cell) દરોડો કરીને 32 લાખથી વધુના દારૂ સહીત કુલ 43 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે દારૂ પ્રકરણમાં રાજ્યના પોલીસવડા દ્વારા A ડીવીઝન પોલીસ મથકમાં(A Division Police Station) ફરજ બજાવતા બે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આરોપીએ મોંઘા ભાવે દારૂ વેચવા માટે કર્યું આ, પોલીસે ઝડપી પાડી આખી ફેકટરી
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોની કિંમતનો દારૂ ઝડપાયો - મોરબીના રાજપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત 18ના રોજ દરોડો પાડી 43.67 લાખની કિંમતના દારૂ સહિત રૂપિયા 32.70 લાખની કિંમતની અંગ્રેજી શરાબની બોટલ(A bottle of English wine) નંગ 7514 કબજે કરી હતી. આ કેસમાં રાજ્યના પોલીસ વડા(State Police Chief) આશિષ ભાટિયા દ્વારા બે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI S.M. રાણા અને બીટ PSI A.A જાડેજાને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...
બે PSIને સસ્પેન્ડ કરતાં બેડામાં પોલીસમાં ખળભળાટ - સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજપર રોડ પર દરોડો પાડ્યો ત્યારથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો, હવે પોલીસ વિભાગમાં બે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.