ETV Bharat / crime

કોલકાતાના એક ATMમાંથી લાખોની ચોરી કરનારા બે સૂત્રધાર સુરતમાં ઝડપાયા

author img

By

Published : Jun 8, 2021, 3:00 PM IST

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં બનેલા એક નવા પ્રકારના ATM ફ્રોડના બે સૂત્રધારોને કોલકત્તા ક્રાઈમ બ્રાન્ચને સુરત SOGની ટીમે મદદરૂપ બની પકડી પાડ્યા હતા. કોલકાતાના બાવ બજાર વિસ્તારમાં ATM બ્લેક બોક્સ અટેક દ્વારા એક ડિવાઇસ ATM મશીનમાં ફીટ કરી રૂપિયા 25 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. ઉઝબેકિસ્તાનથી આ ડિવાઈસ મગાવવામાં આવ્યું હતું.

Surat News
Surat News
  • ATMમાંથી લાખોની ચોરી કરનાર બે સૂત્રધાર સુરતમાં ઝડપાયા
  • ઉઝબકિસ્તાનના ડિવાઈસનો ઉપયોગ કરી કોલકાતા ATMમાંથી ચોરી કરી
  • કોલકાતાના બાવ બજાર ખાતે આવેલા ICICI બેન્કના ATMમાંથી ચોરી કરી

સુરત : સામાન્ય સંજોગોમાં ATM ફ્રોડ કરનારા માણસો ATM મશીનમાં કોડ કે પીન નંબર મેળવીને ફ્રોડ કરતા હોય છે. જોકે સાઈબર ગુનેગારો પણ હવે નિત નવા સાધનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં કોલકાતાના બાવ બજાર ખાતે આવેલા ICICI બેન્કના ATMમાંથી ATM બ્લેક બોક્સ કરીને રૂપિયા 25 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. જેની તપાસ કોલકાતાની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.

બે ગુનેગારોને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી

કોલકાતા પોલીસને એવી માહિતી મળી હતી કે, આ ફ્રોડ કરનારા બે સુત્રધારો ગુનો કરી સુરત આવી ગયા છે. જેથી કોલકાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી હતી અને SOGની મદદ લીધી હતી. ફ્રોડ કરનારા બે ગુનેગારોને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે ફતતેપુર બેરી આસોલા ન્યુ દિલ્હીના નવીન લાલચંદ ગુપ્તા અને મનોજ કુમાર રાજપાલ ગુપ્તાને ઝડપી લીધા હતા અને કોલકતા પોલીસને સોંપી દીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો

ડિવાઈસ કહે છે અને કમાન્ડ આપે તે રીતે ATMમાંથી રૂપિયા નીકળી જાય

ATM બ્લેક બોક્સ અટેક એક નવા પ્રકારની ટેકનીક છે. જેમાં ઉઝબેકિસ્તાનથી એક ડિવાઇસ ATMના હુંડ એટલે ઉપરના ભાગને ખોલીને સર્વર સાથે જોડી દેવામાં આવે છે અને પછી જેમ આ ડિવાઈસ કહે છે અને કમાન્ડ આપે તે રીતે ATMમાંથી રૂપિયા નીકળી જાય છે. આ એક આંતરરાજ્ય ગેંગ છે જેને કોલકાતા ઉપરાંત દિલ્હી, યુપી, રાજસ્થાન, કર્ણાટક ખાતે પણ આ જ રીતે ગુના કરીને રૂપિયા ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

વિડ્રોલ થયેલ પૈસાનું ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી બેન્કમાં થતી નથી

આ એક એવું ડિવાઈસ છે જે ATMને બેન્ક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે જોડવામાં આવે છે. જેના કારણે ATM મશીનમાં થયેલી ટ્રાન્ઝેક્શનની માહિતી બેન્ક સર્વર સુધી જતી નથી અને ATM મશીન દ્વારા સર્વરની મોકલવામાં આવતી માહિતી બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે અને બ્લેક બોક્સમાં રહેલા સોફ્ટવેરના કારણે બ્લેક બોક્સ જ બેન્કના સરોવરની જેમ કામ કરવા લાગે છે અને ATM મશીનને ટ્રાન્જેક્શન ઓથોરાઈઝ કરે છે.

બેન્કની ફ્રોડ વિંગ અને ઇન્ટરનલ વિંગ દ્વારા તપાસ કરતા આવા ફ્રોડની બેન્કને જાણ થાય છે

ATM મશીન દ્વારા સર્વરને મોકલવામાં આવતી માહિતી સર્વર સુધી ન પહોંચી શકવાના કારણે ATM દ્વારા વિડ્રોલ થયેલા પૈસાના ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી બેન્કમાં થતી નથી. જેથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયા તે એકાઉન્ટમાંથી બેલેન્સ માઇનસ થતું નથી અને બેન્કમાંથી વિડ્રોલ કરવામાં આવેલી મોટી રકમ જ આ ફ્રોડસ્ટરને મળે છે, પરંતુ બેન્કની ફ્રોડ વિંગ અને ઇન્ટરનલ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરતા આવા ફ્રોડની બેન્કને થાય છે. બીજી બાજુ પોલીસનું માનવું છે કે, કદાચ તેનો કોઈ બીજો ઉપયોગ થતો હશે અને ATM ફ્રોડ કરનારા તેનો ઉપયોગ કરતા હોઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.