- ડોક્ટરના ઘરમાં ચોરીની ઘટના બની
- સોના-ચાંદીના દાગીના અમેરિકન ડોલર સહિત 5 લાખની ચોરી
- ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
- પોલીસે FSLની મદદથી તપાસ આદરી
જામનગર: મૂળ જામનગરનાં વિવેક પ્રવિણચંદ્ર કક્કડ નામના તબીબે અમદાવાદમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના માતા-પિતા જે જામનગર વાલકેશ્વરીનગરીમાં વસવાટ કરે છે. તેઓ હાલ અમદાવાદ હોવાથી તેવામાં પાછલા બે દિવસના સમયગાળા દરમિયાન બંધ મકાનના દરવાજાના નકૂચા તોડી અજાણ્યા શખ્સો અંદર ઘુસ્યા હતા અને અંદર રૂમના કબાટમાં રાખેલા રૂપિયા એક લાખની રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના અને 250 અમેરિકન ડોલર મળી કુલ 5 લાખની ચોરી કરી હતી. જેની ફરિયાદ B ડિવિઝનમાં નોંધાઇ છે.
આ પણ વાંચો: ડીસામાં 10 દુકાનોના તાળાં તૂટ્યા, લાખો રૂપિયાની ચોરી
શખ્સોએ બંધ ઘરનો લીધો લાભ
પોલીસે આજુબાજુના CCTVની મદદથી ચોરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે તબીબનું ઘર છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હતું. જામનગરના તબીબ વિવેકભાઈ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ફરજ બજાવતા હોવાથી અને તેમના મમ્મી-પપ્પા પણ અમદાવાદ તેમની સાથે રહેતા હોવાથી આ તકનો લાભ લઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં ચોરી કરી છે.
આ પણ વાંચો:જૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો