ETV Bharat / crime

માફ કરે તે મહાન : ધોળા દિવસે પિતા-પુત્ર પર ફાયરીંગ, પરિવારે કર્યો ગામ પર આક્ષેપ - Firing Case in Talaja

સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો એવો હશે જ્યાં બેધડક ધોળા દિવસે ફાયરિંગ કરી હત્યા (Bhavnagar Firing Case) કરવાના કિસ્સાઓ ઘટતા હશે. ભાવનગરના તળાજામાં પણ ધોળા દિવસે યુવાન અને તેના પિતા પર ફાયરિંગ (Firing Case in Talaja) કરીને યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે બનાવ બાદ તપાસ આદરી છે તો પરિવારના સભ્યો ગામના લોકો સામે આક્ષેપો કરી રહ્યા છે. શુ છે બનાવ જાણો...

માફ કરે તે મહાન : ધોળા દિવસે પિતા-પુત્ર પર ફાયરીંગ, પરિવારે કર્યો ગામ પર આક્ષેપ

author img

By

Published : May 28, 2022, 2:07 PM IST

ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજામાં ધોળા દિવસે પિતા પુત્ર પર ફાયરિંગની (Bhavnagar Firing Case) બનેલી ઘટના બાદ ચકચાર મચી ગઇ છે. ફાયરિંગમાં પુત્રનું મૃત્યુ (Firing Case in Talaja) નીપજ્યું છે. તો પિતા હોસ્પિટલના બિછાને છે. ઘટના બાદ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, ત્યારે ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર પિતા પુત્ર (Bhavnagar Crime Case) જૂની માથાકૂટમાં હુમલો થયાનું સામે આવી રહ્યું છે.

ધોળા દિવસે પિતા-પુત્ર પર ફાયરીંગ

ફાયરિંગની ઘટના - ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદર જવાના વણાક પાસે પિતા પુત્ર પોતાના વાહન પર જઈ રહ્યા હતા. આ સમયે દેવીપૂજક મુકેશભાઈ તેમના પિતા દેવાભાઈને પાછળ બેસાડી જતા હતા. તે સમયે આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં મુકેશભાઈને માથાના ભાગે ગોળી વાગતા વાહન સાથે ત્યાં પડી ગયા હતા. તેના પિતા પણ પડી જવાથી તેમને ઇજા થઇ હતી. બનાવ બાદ બંને પિતા પુત્રને ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પુત્ર દેવીપૂજક મુકેશભાઈનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે તેના પિતા દેવાભાઈ સારવારમાં છે.

આ પણ વાંચો : ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ...

પરિવારના સભ્યોના આક્ષેપો - બનાવ બાદ નવી દેવલીના રહેવાસી પિતા પુત્રને ભાવનગર સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જેમાં મુકેશભાઈનું મૃત્યુ તો દેવાભાઈ પિતા સારવારમાં છે. નવી દેવલીના મૃતકના કુટુંબી અને પરિવારના આવેલા બહાદુર વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘટના વેળાવદર ગામ જવાના તળાજામાં (Velavadar Village Firing) વણાક પાસે બની છે. છોકરા ઉપર ફાયરિંગ કર્યું તો તે પડી ગયો અને તેના પિતા પણ પડી ગયા હતા. માથાના ભાગે ગોળી વાગી છે અને તે મૃત્યુ પામ્યો છે. નવી દેવલીમાં જ રહેતા શખ્સો સાથે છોકરા બાબતે બોલાચાલી થઈ હતી તેને જ કરાવ્યું છે.

આ પણ વાંચો : Rajasthan Youth firing in marriage: લગ્ન સમારોહમાં યુવકે ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ

જુની દાઝમાં આ ઘટના બની - આ મુદ્દે ગામના રૂપાભાઈએ જણાવ્યું હતું કે, ગામના પલેવાળ સમાજના લોકો સાથે બોલાચાલી બે મહિના પહેલા થઈ હતી જેની દાઝમાં આ ઘટના બની છે. ફાયરિંગ બહારના વ્યક્તિ પાસે કરાવ્યું છે તેને ઓળખતો નથી. પણ આ (Firing Father and Son in Talaja) માથાકૂટમાં જ ઘટના બની છે. પોલીસ તંત્રમાંથી બાદમાં DSP માહિતી આપશે તેમ જણાવ્યું છે. ઘટના અંગે પોલીસ દોડતી થઈ છે અને બનાવનું કારણ જાણવામાં લાગી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.