સુરત શહેરના ઉમરગામમાં રહેતી 23 વર્ષીય ભારતી પાટીલે જેઓ હાઉસવાઈફ છે. તેમણે ગતરોજ પોતાના જ ઘરે સાસરીયા ઓના ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જોકે હાલ આ મામલે ઉમરા પોલીસ(surat umra police station) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
ભારતીને આખો દિવસ ઘરમાં પુરી રાખતા ભારતી પાટીલ ઉપર તેમના પતિ સચિન વિજય પાટીલ ચારિત્ર્ય શંકા જયારે પણ જતી ત્યારે ભારતીને આખો દિવસ ઘરમાં પુરી રાખતા હતા.અને આવી રીતે તેમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો.પરંતુ સાસરીયાઓના સતત ત્રાસથી થાકીને ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત(married woman suicide in surat ) કરી લીધો હતો.
ભારતીના ઘરેથી 10 લાખ રૂપિયાની માંગણી ભારતી પાટીલ ગળે ફાંસો ખાઈ આપઘાત(wife committed suicide) કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.આ મામલે ઉમરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.ભારતીના પતિ અને સસરા દ્વારા તેમનું મકાન બનાવવા માટે ભારતીના ઘરેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઇને ભારતીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ભારતીનો આ પહેલા પણ આપઘાતનો પ્રયાસ આ પહેલા પણ ભારતીએ આપઘાતનો(suicide due to in laws torture in surat) પ્રયાસ કર્યો હતો. તે સમયે સમગ્ર ઘટના પોતાના પિતાને વિડીયો કોલ કરી બધી વાત જણાવી હતી. ત્યારબાદ પિતાએ વિજયને તાત્કાલિક ફોન કરી કહ્યું હતું કે, મારી દીકરીને અહીં મૂકી જાવ ત્યારે વિજયએ ભારતી અને તેમના ઘરે મોકલી આપ્યું હતું. પરંતુ થોડા સમય બાદ વિજય ભારતીના ઘરે જઈ માફી માંગતા આ બાબતે સમાધાન થયું હતું.
ઉમરા પોલીસે નોંધ્યો ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં પતિ અને સસરા વિરુદ્ધ આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે