ETV Bharat / crime

Mathura Accident : ઉત્તર પ્રદેશમાં કાર નીચે 11 કિલોમીટર સુધી ઘસડાતો રહ્યો મૃતદેહ

નોઈડા આગ્રા યમુના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ એક બાઇક સવારનો મૃતદેહ કારની નીચે આવી ગયો હતો. કારની નીચે મૃતદેહ 11 કિલોમીટર સુધી ખેંચાતો રહ્યો. મૃતદેહ સંપૂર્ણ રીતે વિકૃત ગયો હતો. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી.

17692627
17692627
author img

By

Published : Feb 7, 2023, 6:47 PM IST

મથુરા: નોઈડા આગ્રા યમુના એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અજાણ્યા વાહને બાઇકચાલકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવાર રોડની વચ્ચે નીચે પડી ગયો હતો. મૃતદેહ રોડ પરથી પસાર થઈ રહેલી એક હાઇસ્પીડ કારની અડફેટે આવી જતાં લગભગ 11 કિલોમીટર સુધી ખેંચાતો રહ્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કારની નીચેથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

  • Uttar Pradesh | Dead body stuck under a car, dragged several kilometres on Yamuna Expressway. Car was on the way to Noida from Agra. Deceased yet to be identified, driver of the car arrested

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

11 કિલોમીટર સુધી ઘસડાતો રહ્યો મૃતદેહ: આ દરમિયાન જ્યારે કાર ટોલ પ્લાઝા પર પહોંચી તો ત્યાંના સુરક્ષાકર્મીઓએ કારની નીચે ફસાયેલી લાશ જોઈ. અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કારની નીચેથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કારચાલકે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાની પત્ની સાથે આગ્રાથી નોઈડા આવી રહ્યો હતો. આ દરમિયાન યુવકનો મૃતદેહ તેની કારની નીચે ક્યારે આવ્યો તેની તેને જાણ નહોતી.

આ પણ વાંચો: Jamia Violence Case: શરજીલ ઈમામને નિર્દોષ જાહેર કરાતા દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી

અકસ્માત બાદ કાર નીચે ફસાયો: વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષકુમાર પાંડેએ જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે એક મૃતદેહ ફોર વ્હીલર નીચે ફસાઈ ગયો હતો. જેને માત ટોલ પ્લાઝા પર સુરક્ષાકર્મીઓએ જોયો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતદેહને બહાર કાઢ્યો. હાલ કારચાલકની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહ સંપૂર્ણ રીતે વિકૃત ગયો હોવાથી હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

આ પણ વાંચો: Girl Brutally Beaten by Father: 6 વર્ષની બાળકીને પિતાએ નિર્દયતાથી માર મારી પગ પણ ભાંગી નાખ્યો

ટોલ પ્લાઝા પર સુરક્ષાકર્મીની પડી નજર: કાર ચાલક વીરેન્દ્ર સિંહ સંગમ વિહાર દિલ્હીનો રહેવાસી છે. મંગળવારે સવારે લગભગ 4:00 વાગ્યે આગ્રા યમુના એક્સપ્રેસમાં નોઈડા તરફ જઈ રહેલી એક કાર માત ટોલ પ્લાઝા પર રોકાઈ હતી. ટોલ પ્લાઝા પર સુરક્ષાકર્મીઓએ કારની નીચે ફસાયેલી લાશ જોઈ હતી. યમુના એક્સપ્રેસ વે પર સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં કેસની વિગતો જાહેર કરવામાં આવશે. કેસની તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.