અમદાવાદ ક્રાઈમ બ્રાંચની (Ahmedabad Crime Branch) કસ્ટડીમાં રહેલા આ બે આરોપી શ્રીગણેશ ઠાકોર અને સુરેશ ઉર્ફે બટકો ઠાકોર છે. જેણે રોહિત ઠાકોરની હત્યા નિપજાવી હતી. 13 ઓગસ્ટ 2022ના રોજ વેજલપુરના ગોકુલધામમા રહેતો રોહિત ઠાકોર ગુમ થયાની જાણવાજોગ વેજલપુર પોલીસ મથકે (Vejalpur Police Station) નોંધાઈ હતી. જેની તપાસ કરતા તેની હત્યા થઈ હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે અંગે ઝડપાયેલા બન્ને આરોપીની પુછપરછ કરતા શ્રીગણેશના મિત્ર રોહિત ઠાકોરને જમવા ના બહાને ગાંધીનગર પાસે આવેલા લીલાપુર ગામે (Gandhinagar Lilapur village) બોલાવ્યો હતો. જ્યાં તેની હત્યા નિપજાવી મૃતદેહને જમીનમાં દાટી (Killed by a friend in a love affair) આરોપી ફરાર થઈ ગયા હતા.
પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી ઝડપાયેલા આરોપી શ્રીગણેશ ઠાકોરની ક્રાઈમ બ્રાંચે રોહિતના ગુમ થવા અંગે પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી કે. રોહિતને આરોપી શ્રી ગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. તે સંબંધ ન રાખવા માટે આરોપી અવાર નવાર મૃતકને ટોકતો હતો. પરંતુ મૃતક રોહિતે આરોપીની બહેનને વિડીયો કોલ અને મળવાનુ ચાલુ રાખ્યું હતુ. જેથી કાવતરૂ રચી તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને જમીનમાં દાટી મીઠુ નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જોકે હત્યામાં સુરેશ ઉર્ફે બટકાએ રોહિતને પકડી રાખ્યો અને શ્રી ગણેશે કુહાડી વડે તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.
ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનુ સામે આવતા હતા. પોલીસે મેજીસ્ટ્રેટની હાજરીમાં (police seized the body of magistrate) મૃતદેહ કબ્જે કર્યો હતો. જોકે મૃતદેહ કહોવાઈ ગયો હોવાથી તેની ઓળખ કરવા માટે DNA કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ હત્યાના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્વનુ છે.