ETV Bharat / crime

સરદારનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, આરોપીઓ થયા CCTVમાં કેદ

author img

By

Published : Dec 5, 2022, 9:51 PM IST

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં આજનો દિવસ તો બીજા તબક્કાનું મતદાનની (Gujarat Assembly Election 2022) પ્રક્રિયાનો હતો. સરદારનગરના નહેરુનગરમાં રહેતા અર્જુન સોલંકીની 1 વર્ષ પહેલા અન્યના ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા હત્યા થઈ હતી. જે બાબતની અદાવત બીજું જૂથ રાખતા તકરાર (Old enmity clash between two groups) થઈ હતી. જેમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી. જે CCTV કેદ થઈ હતી.

સરદારનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, આરોપીઓ થયા CCTVમાં કેદ
સરદારનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, આરોપીઓ થયા CCTVમાં કેદ

અમદાવાદ શહેરનો સરદારનગર વિસ્તાર (Sardarnagar area of Ahmedabad) અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓ, ડ્રગ્સ અને દારૂની હેરાફેરી (Drug and alcohol trafficking) માટે બદનામ હતો. ત્યારે હવે આ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બનતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ વહેલી સવારથી બીજા તબક્કાનું મતદાનની (Gujarat Assembly Election 2022) પ્રક્રિયા (Second Phase Voting) ચાલી રહી છે. તેવામાં અચાનક બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના (Stone pelting incident between two groups) બનતા પોલીસ દોડતી થઈ હતી.

એક તરફ વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં અચાનક બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી

અન્યના ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા હત્યા થઈ હતી ઘટના પાછળના કારણની વાત કરીએ તો સરદારનગરના નહેરુનગરમાં રહેતા અર્જુન સોલંકીની 1 વર્ષ પહેલા અન્યના ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા હત્યા થઈ હતી. જે બાબતની અદાવત રાખીને વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, મહેશ વાઘેલા, દિલીપ વાઘેલા અને મહિલાઓ સહિતના લોકોએ ભેગા મળીને પથ્થરમારો કર્યો હતો સાથે જ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

સરદારનગર પોલીસનો કાફલો દોડી આવ્યો આ પથ્થરમારામાં 4 લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે સરદારનગર પોલીસનો કાફલો (Sardarnagar Police convoy) દોડી આવ્યો હતો. સરદારનગરની ઘટનામાં CCTV સામે આવ્યા હતા, જેમાં ગેગવોર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર જૂની અદાવતમાં ઘટના બની છે અને અમુક લોકોને ઈજાઓ થઈ છે. હાલ ઘટનાને પગલે જવાબદાર લોકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.