ETV Bharat / crime

ડાકોરમાં વીમા પોલીસી પાકી હોવાનું જણાવીને નિવૃત્ત શિક્ષક સાથે રૂપિયા 32 લાખની છેતરપિંડી - ડાકોર પોલીસ

ખેડા જિલ્લાના ડાકોરમાં રહેતા નિવૃત્ત શિક્ષકને ખાનગી બેન્કમાંથી લીધેલી વીમા પોલીસીઓ પાકી ગઈ હોવાનું જણાવીને રૂપિયા 32 લાખની છેતરપિંડી આચરાઈ હતી. જે મામલે ડાકોર પોલીસે 7 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ડાકોર પોલીસ
ડાકોર પોલીસ
author img

By

Published : Aug 5, 2021, 2:16 PM IST

  • પોલીસી પાકી હોવાનું જણાવી GST અને ITના રૂપિયા ભરાવ્યા
  • જુદા-જુદા સમયે અલગ-અલગ ખાતામાં રૂપિયા 32 લાખ ભરાવ્યા
  • ડાકોર પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી

ખેડા : જિલ્લાના ડાકોરમાં રહેતા 59 વર્ષિય પ્રવિણસિંહ ગુલાબસિંહ રાજ પોતે શિક્ષક છે અને ગત વર્ષે જ ઠાસરાના ભદ્રાશા ગામની શાળામાંથી વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તી પહેલા વર્ષ 2016માં પ્રવિણસિંહે એક ખાનગી બેન્ક (HDFC)ની ડાકોર શાખામાં ખાતા પર પર્સનલ લોન મનન કંસારા દ્વારા લીધી હતી. આ સમયે મનને 25 હજારની વીમાની પોલીસી લેવડાવી હતી. ત્યારબાદ વર્ષ 2017માં પ્રવિણસિંહને ફોન કરી પોલીસી લો તેમ જણાવ્યું હતું.

ક્રેડિટ કાર્ડ પર લોન કરી આપુ તેમ કહેતાં પ્રવિણસિંહે લોન મેળવી

પ્રવિણસિંહે 20 હજારનો ચેક આપી પોલીસી લીધી હતી. આ પછી પણ તે પોલીસી લેવા જણાવતો હતો. જેથી પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, મારી પાસે પોલીસી લેવાના પૈસા નથી. આથી સામે વાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તો ક્રેડિટ કાર્ડ પર લોન કરી આપુ છું તેમ કહેતાં પ્રવિણસિંહે લોન મેળવી હતી. આ પછી પણ પોલીસી લેવા આગ્રહ કરતાં અલગ-અલગ પ્રકારની પોલીસીઓ લીધી હતી. ઓક્ટોબર 2020માં પ્રવિણસિંહે નિવૃત્ત થતા ગ્રેજ્યુટના તથા અન્ય મળીને રૂપિયા 40 લાખ ડિસેમ્બર 2020માં તેમના SBIના એકાઉન્ટમાં જમા થયા હતા.

આ પણ વાંચો : CYBER CRIME: અમદાવાદમાં ચાઇનીઝ એપ્લિકેશન થકી થતા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ

લેટર અને ડીડી બતાવી લોભામણીની લાલચ આપી છેતરપિંડી કરી

14 જાન્યુઆરી 2021ના રોજ પ્રવિણસિંહના મોબાઈલ પર 9891194286 પરથી ફોન આવ્યો હતો. જેમાં હિન્દી ભાષી શખ્સે પોતાનું નામ એસ.કે. સોલંકી જણાવીને તમારી તમામ પોલીસી પાકી ગયેલી છે. જે મુજબ 39 લાખ 50 હજાર 550 મળવા પાત્ર થાય છે. જે માટેનો ડીડી પણ તૈયાર છે. આ ડીડીનો ફોટો પણ વોટ્સએપ દ્વારા પ્રવિણસિંહને મોકલાયેલો હતો. પ્રવિણસિંહ સ્ક્રીન શોટ લે તે પહેલા જ ડીડીને વોટ્સએપમાંથી ડીલીટ કરી દેવાયો હતો.

પોલીસી પાકી ગઈ હોવાનું જણાવીને GST અને ITના રૂપિયા ભરાવ્યા

અન્ય મોબાઇલ નંબરો પરથી જુદા-જુદા વ્યક્તિઓએ પ્રવિણસિંહને ફોન કર્યા હતા. જેમાં સામેની વ્યક્તિએ પોતાનું નામ આશુતોષ અગ્રવાલ, નટુ પટેલ, રાજેન્દ્ર દેસાઈને વિશ્વાસમાં લઇ જણાવ્યું હતું કે, તમારે જો ડીડી ક્લીયર કરાવવો હોય તો GST અને ITના રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : SOUના પ્રવાસીઓને ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ફરી છેતરવાનો પર્દાફાશ

13 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને અલગ-અલગ ખાતામાં રૂપિયા 32 લાખ ભરાવ્યા

પ્રવિણસિંહે ફેબ્રુઆરીથી મે સુધીના સમયગાળામાં કુલ 13 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને અલગ-અલગ રીતે કુલ રૂપિયા 32 લાખ 7 હજાર 644 રૂપિયા ચૂકવી દીધા હતા. GST અને IT પેટે ઉપરોક્ત ગઠિયાઓએ આ રૂપિયા પડાવી લીધા હતા. આ તમામ વચ્ચે પોલીસીની પાકતી કુલ રકમ 58 લાખ 16 હજાર 500 હતી. જેનો લેટર તથા ડીડી બતાવીને લોભામણી લાલચો આપી હોવાનો અહેસાસ પ્રવિણસિંહને થતા તેઓ તુરંત પોલીસ મથકે દોડી ગયા હતા.

ડાકોર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

આ અંગે પ્રવિણસિંહ રાજે અજાણ્યા 7 વ્યક્તિઓ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં 4 મોબાઇલ નંબર ધારકો છે અને બાકીના ખાતા ધારકો છે. પોલીસે IPC 406, 420, 120 B મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.