ETV Bharat / crime

અલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડવાના કારણે પિતાએ સગીર પુત્રીની કરી હત્યા

બલ્લારી જિલ્લાના કુડુથિની નગરમાં સિદ્ધમાનહલ્લી નજીક તુંગભદ્રા HLC નહેરમાં એક પિતાએ તેની 14 વર્ષની પુત્રીની એક અલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડવા બદલ હત્યા કરી (Father killed minor daughter) હતી. આ ઘટના 31 ઓક્ટોબરના રોજ બની હતી અને આરોપી પિતા ઓમકારા ગૌડા (45) એ કબૂલાત કરી છે કે તેણે પોતાની પુત્રીની હત્યા જાતે જ કરી હતી.

Etv Bharatઅલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડવાના કારણે પિતાએ સગીર પુત્રીની કરી હત્યા

author img

By

Published : Nov 9, 2022, 6:08 PM IST

કર્ણાટક: બલ્લારી જિલ્લાના કુડુથિની નગરમાં સિદ્ધમાનહલ્લી નજીક તુંગભદ્રા HLC નહેરમાં એક પિતાએ તેની 14 વર્ષની પુત્રીની એક અલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડવા બદલ હત્યા કરી. આ ઘટના 31 ઓક્ટોબરના રોજ બની હતી. અને આરોપી પિતા ઓમકારા ગૌડા (45) એ કબૂલાત કરી છે કે તેણે પોતાની પુત્રીની હત્યા જાતે જ કરી (Father killed minor daughter) હતી.

અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો: કુડુથિની નગરની એક યુવતીને એક અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો (Love with a boy from a different caste) હતો. જ્યારે તેના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેમની પુત્રીને યુવકથી દૂર રહેવા ચેતવણી આપી હતી. જો કે યુવતી યુવક સાથે પ્રેમસંબંધ ચાલુ રાખતી હોવાનું કહેવાય છે. ગુસ્સે થયેલા પિતા ઓમકારા ગૌડાએ તેની પુત્રીને 31 ઓક્ટોબરની રાત્રે તુંગભદ્રા HLC કેનાલમાં ધકેલી દીધી અને તેની હત્યા કરી નાખી હતી.31 ઓક્ટોબરની બપોરે ઓમકારા ગૌડા તેણીને ફિલ્મ બતાવવા જઈ રહ્યો હોવાનું માનીને તેને બાઇક પર ઘરેથી લઈ ગયો હતો. બાદમાં જ્યારે તેઓ સિનેમાઘરમાં ગયા ત્યારે ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી. તેથી તે તેની પુત્રીને હોટેલમાં લઈ ગયો, તેણીને નાસ્તો ખવડાવ્યો અને કુડીથિનીમાં ડોડ્ડા બસવેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. બાદમાં તેણે જ્વેલરી સ્ટોરમાં તેની પુત્રીને વીંટી આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આ બધી માહિતી આપી હતી.

HLC કેનાલ: આરોપી તેની પુત્રીને HLC કેનાલ પાસે ઉપાડી ગયો ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ હતી. ઓમકારા ગૌડા તરત જ ત્યાંથી એમ કહીને ચાલ્યા ગયા કે તમે થોડીવાર અહીં જ રહો, મારે એક કામ છે હું પછી આવીશ. થોડી વાર પછી તે પાછળથી આવ્યો અને તરત જ તેની દીકરીને કેનાલમાં ધકેલી દીધો. છોકરીએ "ડેડી, ડેડી" બૂમો પાડી અને પાણીમાં ડુબી ગઈ હતી. જે બાદ આરોપી બાઇક તેના મિત્ર ભીમપ્પાના ઘરે મુકીને ટ્રેનમાં તિરુપતિ ગયો હતો. ઓમકારા ગૌડાની કોપ્પલ નજીક ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે તિરુપતિ દર્શનથી પરત ફરી રહ્યો હતો.

પુત્રીના નામે 20 લાખ રૂપિયા બેંકમાં રાખ્યા: આરોપીએ તેની પુત્રીના નામે 20 લાખ રૂપિયા બેંકમાં રાખ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હત્યા કરતા પહેલા આરોપીએ મિત્ર ભીમપ્પાની મદદથી તેને ટ્રાન્સફર કર્યો હતા. યુવતીની હત્યામાં મદદ કરવા બદલ આરોપીના મિત્ર ભીમપ્પાની પણ ધરપકડ કરવામાં આવી હતી.1 નવેમ્બરના રોજ યુવતીની માતાએ પોલીસમાં તેના પતિ અને પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો.પોલીસ યુવતીના મૃતદેહની શોધખોળ કરી રહી છે. હાલ બે આરોપીઓ ઓમકારા ગૌડા અને ભીમપ્પા ન્યાયિક કસ્ટડીમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.