ETV Bharat / crime

ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાનાં કેસમાં ફાંસીની સજા સંભળાવી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામે વર્ષ 2018માં 17 વર્ષની સગીરાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી હતી. જેને લઈને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે હત્યા નિપજવનારા પરિણીત મહિલા અને પ્રેમીને ફાંસીની સજા ફટકારી છે.

Surendranagar
Surendranagar
author img

By

Published : Apr 1, 2021, 10:10 AM IST

Updated : Apr 1, 2021, 2:09 PM IST

  • સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ ફાંસીની સજા છે
  • ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે વર્ષ હત્યાના કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા ફટકારી
  • ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે હત્યારાઓને ફાંસીની સજા ફટકારતા ચકચાર મચી

સુરેન્દ્રનગર: જિલ્લાના પાટડીના ધામા ગામે 17 વર્ષની સગીરાનું ગળું કાપી કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ દિકરીની માતાએ પ્રેમી સાથે ભાગી જવાનો ઘડાયેલો પ્લાન દિકરી જાણી ગઇ હતી. દિકરીએ કીધુ કે હું પપ્પાને કઇ દઇશ, માએ ઠંડા કલેજે પકડી રાખી દિકરીના ગળા પર પ્રેમીએ જ છરી ફેરવી દીધી હોવાની ઘટના બાદ ઝીંઝુવાડા પોલીસે માતા અને માળીયાથી પ્રેમીની અટક કરી તપાસ હાથ ધરી હતી. જે બાદ આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભાળાવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી છે.

ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાનાં કેસમાં ફાંસીની સજા સંભાળાવી

આ પણ વાંચો : રાજકોટમાં હોળીની રાત્રે થયેલી હત્યા મામલે પોલીસે હત્યારા પતીની કરી ધરપકડ

પ્રેમી કંકુબેનને પોતાના જ ઘરમાં અવાર નવાર મળતો હતો

પાટડી તાલુકાના ધામા ગામે રહેતો અને રસોઇ ક‍ામ કરી ગુજરાન ચલાવતો ઉમંગ લલિતભાઇ ઠક્કર પોતાની અંપગ માતા અને પિતા લલિતભાઇ જે ગામમાં ફરસાણની દુકાન ધરાવે છે. એમના ઘેર આવીને ઉમંગની માતાને વાસણ ઉટકવ‍ાનું અને કપડા ધોવડાવાનું કામ કરાવતી હતી. કંકુબેન સાથે ઉમંગને પરિચય થતા બન્નેની આંખો મળી ગઇ હતી. વધુમાં ઉમંગ ઠક્કરના પિતા લલિતભાઇ આખો દિવસ દુકાને અને માતા એક પગે અપંગ હોવાથી ઉમંગ ઠક્કર ગામમાં રહેતી કંકુબેન સાથે પોતાના જ ઘરમાં અવાર નવાર મળતો હતો.

પ્રેમી
પ્રેમી

આ પણ વાંચો : હત્યાના બે આરોપીઓની ત્રણ વર્ષ બાદ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

બન્નેનાં સંબંધોની ફક્ત દિકરીને જ જાણ હતી

પાટડીના ધામાના ઉમંગ ઠક્કરના ગળાડુબ પ્રેમમાં પાગલ કંકુબેન અને ઉમંગ ઠક્કરે ઘેરથી ભાગી જઇ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. જે અંગે ફોન પર કરાયેલી વાત કંકુબેનની દિકરી સોનલ સાંભળી જતા અને આ વાત પપ્પાને કરી દેવાનું જણાવતા કંકુબેન અને ઉમંગ ઠક્કરે આ વાત માત્ર સોનલ જ જાણતી હોવાથી એનો કાંટો કાયમ માટે દૂર કરવાનું જણ‍ાવી પછી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

પ્રેમી
પ્રેમી

પેટમાં છરીનાં ઘા મારી કરી હત્યા

11 જુલાઇ 2018ની સવારે કંકુબેન પોતાની દિકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવી હતી. ઘરના અંદરના રૂમમાં માતાએ પોતાની દિકરી સોનલને પકડી રાખી હતી અને ઉમંગ પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના ઘા શરીરના અને સોનલના ગળ‍ા પર મારી ઉમંગ ફરાર થઇ ગયો હતો અને કંકુબેન દિકરી સોનલના મૃતદેહને મૂકીને કંઇ જ ન બન્યુ હોય એમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગયા હતા.

દિકરીની માતા
દિકરીની માતા

ધ્રાંગધ્રા કોર્ટે તમામ દલીલો સાંભળીને ફાંસીની સજા સંભાળાવી

આ કેસની તપાસ કરી રહેલા ઝીંઝુવાડા PSI એમ. ડી. જાડેજા અને દાનાભાઇ સહિતના સ્ટાફે હત્યા કરીને નાસી છૂટેલા આરોપી ઉમંગ ઠક્કરને ગણતરીના કલાકોમાં જ માળીયાથી ઝબ્બે કરીને છરી કબ્જે કરી હતી. સાથે જ દિકરીની માતા કંકુબેનની પણ અટક કરી હત્યા અંગેનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જે બાદ આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતાં ધ્રાંગધ્રા કોર્ટે તમામ દલીલો સાંભળી પ્રેમી અને માતાને દિકરીની હત્યાનાં કેસમાં ગુનેગાર ઠેરવી ફાંસીની સજા સંભાળાવી છે. સુરેન્દ્રનગરના ધામામાં માતાએ પ્રેમી સાથે મળી દિકરીની હત્યા કેસમાં ધ્રાંગધ્રા કોર્ટ બન્ને આરોપીને ફાંસીની સજા ફટકારાતા સમગ્ર પથંકમાં ચકચાર મચી છે.

Last Updated : Apr 1, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.