ઉત્તર પ્રદેશ-ઈટાવા: ઉત્તર પ્રદેશના ઈટાવામાં (Uttar Pradesh Crime) સંબંધોની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં એક બાપે પોતાની જ દીકરીને ગોળી મારી દીધી હતી. બસ આ દીકરીએ પોતાના પિતાને દારૂ પીવાથી રોક્યા હતા. ઉશ્કેરાઈ (daughter shot dead by father) ગયેલા પિતાએ પોતાની જ દીકરી પર ફાયરિંગ કરી નાંખ્યું હતું. આ ઘટનાને અંજામ આપીને આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. ઈટાવા પોલીસે આ પિતાને પકડી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મદ્રક પોલીસની હદમાં આવતા વિસ્તારના અબુપુર વિસ્તારના રહેવાસી શૈલેન્દ્ર કુમારને દારૂ પીવાની લત હતી. દારૂ પીવા બાબતે તેનો પત્ની સાથે ઝઘડો થયો હતો.
મારપીટમાં દીકરીનો ભોગ: દરમિયાન શૈલેન્દ્ર તેની પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. ત્યારે 18 વર્ષની પુત્રી શાલિની આ ઝઘડામાં વચ્ચે આવી જતા એનો ભોગ લેવાઈ ગયો હતો. આ દરમિયાન પિતાએ પુત્રીને પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. ગોળી દીકરીની છાતીમાં વાગી હતી. પુત્રી શાલિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઘટના બાદ શૈલેન્દ્ર ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે