ઈન્દોર(મધ્યપ્રદેશ): મહુના કોંગ્રેસ નેતા વિજેન્દ્ર ચૌહાણના ભત્રીજા હર્ષ સિંહ ચૌહાણનું મહુના કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પિગદમ્બર ગામમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ પરિવાર પાસેથી 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. માંગ ન સંતોષાતા આરોપીઓએ બાળકની હત્યા કરી લાશને જંગલોમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.
અપહરણ બાદ 4 કરોડની માંગણીઃ ઈન્દોરના મહુના કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પિગદમ્બર ગામમાં રહેતા કોંગ્રેસ નેતા વિજેન્દ્ર સિંહ ચૌહાણનો નાનો ભાઈ જિતેન્દ્ર સિંહ ચૌહાણનો 6 વર્ષનો પુત્ર જ્યારે બહાર રમી રહ્યો હતો. ત્યારે અચાનક ગાયબ થઈ ગયો હતો. થોડા સમય પછી જ્યારે તેની શોધખોળ કરી તો તે જોવા મળ્યો ન હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ કિશનગંજ પોલીસને સમગ્ર મામલાની ફરિયાદ કરી અને કિશનગંજ પોલીસે કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સિંહ ચૌહાણને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, ત્યારપછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: Parliament Budget Session 2023: અદાણી કેસને લઈને વિપક્ષનો હંગામો, બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
જંગલમાંથી બાળકની લાશ મળી: કોંગ્રેસ નેતાએ ખંડણીની માંગણી અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ આ દરમિયાન પોલીસને બરવાહના જંગલમાં 6 વર્ષના બાળકની લાશ પડી હોવાની માહિતી મળી હતી. જ્યારે કિશનગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ જોયો તો તે કોંગ્રેસી નેતાના ભત્રીજાનો હતો. આ પછી પોલીસે લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
આ પણ વાંચો: Maoists Kill BJP Leader In Bijapur : બીજાપુરમાં માઓવાદીઓએ ભાજપના નેતાની કરી હત્યા
2 આરોપીઓની ધરપકડ: બીજી તરફ પોલીસ દ્વારા જ્યારે આ કેસની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે એક જગ્યાએ અપહરણકર્તાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટના બાદ એસપી અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં 5 જગ્યાએ વધારાની ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.