બારડોલી : સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટનો આરોપી કોર્ટમાં જાય તે પહેલાં પોલીસ જાપ્તામાંથી ભાગી જતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આરોપીનો પીછો કરતા નેશનલ હાઇવે નંબર 53ના ઓવરબ્રિજ પરથી નીચે છલાંગ લગાવતા તે સીધો તળાવમાં ખાબક્યો હતો. એક કલાકની જહેમત બાદ આરોપીને તળાવના પાણીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. (Surat Crime News)
શું હતો મામલો બે માસ અગાઉ મુંબઇ ખાતે રહેતો મનદીપ સાવક(19 વર્ષીય) એક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ મામલે બે માસ અગાઉ પલસાણા પોલીસ મથકમાં મનદીપ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પલસાણા પોલીસે મનદીપને ઝડપી પડ્યો હતો અને સગીરાને તેના માતાપિતાને સોંપી હતી. (accused escaped from Surat police)
કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી હતી પોલીસ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા બદલ પોલીસે મનદીપ સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેના જવાબો લઈ સોમવારના રોજ કોર્ટમાં હાજર કરવાની કામગીરી પોલીસ કરી રહી હતી, ત્યારે મનદીપ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. તે દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર ઉભા પોલીસ કર્મીઓ એ તેને ભાગતા જોઈ લેતા પોલીસ પણ તેની પાછળ દોડી હતી. (Accused of POCSO Act in Surat)
ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવતા તળાવમાં પડ્યો આરોપી ભાગીને નેશનલ હાઇવે 53 ઉપર બારડોલી તરફ જઈને ઓવરબ્રિજ ઉપર ચડી ગયો હતો. તે પલસાણા ચાર રસ્તા ઉપર ભાગતો હતો. તે દરમિયાન સામેથી પોલીસની જીપ આવતી જોતા પોલીસથી બચવા તે ઓવરબ્રિજ પરથી નીચે કુદ્યો હતો. નીચે કૂદતાં સાથે જ તે સીધો તળાવમાં પડ્યો હતો. તળાવમાં વનસ્પતિ ઊગી નીકળી હોય તેની શોધખોળ કરવી પોલીસ માટે મુશ્કેલી બની હતી. પોલીસે એક કલાક સુધી શોધખોળ કરી હતી. અંતે એક રાહદારીએ પાણીમાં ઉતરીને મનદીપને શોધી કાઢ્યો હતો. આરોપી મળી આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. (accused escaped from Palsana police)
આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો પાણીમાં લાંબા સમય સુધી રહેવાથી તેનું શરીર ઠંડુ થઇ ગયું હતું. તેમજ પરથી કુદવાથી ગંભીર ઇજાઓ પણ થઈ હતી. તેને પલસાણા રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. (accused jumped from bridge in Palsana)