ETV Bharat / city

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોમ્યુનિટી અર્બન હેલ્થ સેંટર કાર્યરત નથી, કોંગ્રેસ કોર્પોરેટરોની શરૂ કરવા માંગ - છાણી પોલીસ મથક

વડોદરામાં કોર્પોરેશન(Vadodara Municipal Corporation) દ્વારા છાણી વિસ્તારમાં(Vadodara Chhani Area) તૈયાર કરવામાં આવેલા કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવા અંગે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળની મુલાકાત લીધી હતી. હાલ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. એવામાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી. જેથી છાણી અર્બન હેલ્થ સેન્ટર શરુ કરાયું નથી. તે સંદર્ભે કોંગ્રેસના કાઉન્સિલરોએ માંગ કરી છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોમ્યુનિટી અર્બન હેલ્થ સેંટર કાર્યરત નથી, કોંગ્રેસ કોરોપોરેટરોની શરૂ કરવા માંગ

author img

By

Published : Jul 30, 2022, 8:38 PM IST

વડોદરા: શહેરમાં કોર્પોરેશન(Vadodara Municipal Corporation) દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલા કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને(Community Urban Center) શરૂ કરવા અંગે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળની મુલાકાત લીધી હતી. શહેરના કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 3 ઝોનમાં તૈયાર કરવામાં આવેલા છે. પરંતુ કોઈ કારણસર હજુ સુધી આ અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવામાં આવ્યા નથી. જેથી કોંગ્રેસના કાઉન્સિલરોએ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પૈકી છાણી કોમ્યુનિટી અર્બન સેન્ટર શરૂ કરવાની માંગ કરી હતી.

રોગચાળો વકર્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે આકાર પામેલ સીએચસી સેન્ટરો હજુ પણ બંધ

આ પણ વાંચો: અમદાવાદ: અર્બન હેલ્થ સેન્ટર પર પ્રિકોશન ડોઝ માટે મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું

સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે - એક તરફ વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. તેવી પરિસ્થતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેથી કોંગ્રેસના કોર્પોરેટરોએ આ છાણીના કોમ્યુનિટી અર્બન હેલ્થ સેંટર વહેલી તકે શરૂ થાય તે અર્થે CHCની મુલાકાત કરી હતી. આ સાથે તે શરૂ થાય તે અર્થે માંગ કરી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: BJP કાઉન્સિલરે સર્વિસ એજન્સીનો ભ્રષ્ટાચાર કર્યો ઉજાગર, ફટકાર્યો કરોડોનો દંડ

છાણી પોલીસને દારૂના અડ્ડાઓ દેખાતા નથી - કોંગ્રેસના કાઉન્સિલરની મુલાકાત પૂર્વે જ છાણી પોલીસ મથકનો(Chhani Police Station) સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ જતા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે રોષ ઠાલવ્યો હતો. આ સાથે જ કોર્પોરેશન દ્વારા વહેલી તકે 50 બેડની સુવિધાવાળું અને 24 કલાક કાર્યરત કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર વહેલી તકે શરૂ કરવાની માંગ કરાઈ હતી. કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે, છાણી પોલીસને દારૂના અડ્ડાઓ દેખાતા નથી, પરંતુ કોંગ્રેસના કાઉન્સિલરો CHC સેન્ટર પહોંચે તે પહેલા જ છાણી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જરૂર ગોઠવાય છે. જો આ માંગ પૂરી નહી કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે એવી કોંગ્રેસ કોર્પોરેટરોએ ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.