વડોદરા: ગંગા દશેરા પર્વ દરમિયાન નર્મદા સ્નાન, પૂજન અર્ચન થકી, મન, વચન અને કાયાથી થતા દસ પ્રકારના મહા પાપમાંથી મુક્તિ મળે છે. મોક્ષદાયિની ગંગાજીનું સ્વર્ગલોક પરથી પૃથ્વી પર અવતરણ થયું હતું. જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી યોજાનાર ગંગા દશેરા પર્વ નિમિત્તે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ સાયંકાળે મહાઆરતી યોજાઈ હતી. આરતી દરમિયાન વિદ્વાન ભૂદેવો દ્વારા નર્મદાષ્ટક ગાન, ષોડશોપચાર પૂજન સહિતના મંત્રોચ્ચાર અને સંગીતની સુરાવલીઓ સાથે ધાર્મિકમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મ પત્ની મીના મહેતાએ ચાંદોદમાંમાં નર્મદાજીના પૂજન અર્ચન અને મહા આરતીનો લાભ લીધો હતો.
ચાંદોદ મલ્હારરાવ ઘાટ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું - આ પર્વના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્ની સાથે ચાંદોદ પધાર્યા હતા. આ પુણ્ય કારી પર્વનો ધાર્મિક લાભ લીધો હતો. તેમજ ચાંદોદ નગરની ગટર લાઇન(Sewer line of Chandod Nagar) સહીતના વિકાસ કાર્યો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, માં નર્મદા પાસે એવી શક્તિ માંગું કે નર્મદા કાંઠે આવેલા વિસ્તારોની સાથે દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકોના વિકાસ કરવાની મને શક્તિ આપે.

આ પણ વાંચો: ગંગા દશેરા પર્વ પર ભક્તો ઘાટ પર ઉમટ્યા, સોશ્યિલ ડિસ્ટન્સ ઉડ્યા લીરેલીરા
ધારાસભ્યએ ધર્મપત્નિ સાથે માઁ નર્મદાજી મહાઆરતીનો લાભ લીધો - ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરા(Chandod Ganga Dussehra Banks of Narmada) નિમિતે આવેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આજે જેઠ વદ એકમ થી દશમ સુધી ગંગા દશેરા એટલે કે માં નર્મદાજીને મળવા માટે ગંગા માતાજી પણ આવતા હોય છે. એમનું પૂજન અર્ચન અને આરતીનો અનેરો મહિમા છે. આપણામાં કહેવાય છે કે, માં નર્મદાના તો દર્શન માત્રથી જ પાપ ધોવાઈ છે. આજે ગંગા દશેરાની શરૂઆત થઇ છે. અહીંયા ચુંદડી ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે સાથે માતાનું પૂજન અર્ચન તેમજ મહાઆરતી કરવામાં જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. વર્ષોની આ પરંપરા છે. ગંગા દશેરાની અને સમગ્ર રેવા તટ એટલે કે નર્મદા કાંઠે આવેલા તમામ ગામો અને જે ધાર્મિક સ્થળો છે. ત્યાં આ જ રીતે માં નર્મદાજીની પૂજા અર્ચના થતી આવી છે.

અહીંયા હું ધારાસભ્ય થયો છું - હું નર્મદા કાંઠાના શિનોરનો વતની હોઉં એટલે આ પરંપરાથી વાકેફ છું. પણ જ્યારથી અહીંયા હું ધારાસભ્ય થયો છું, ત્યારથી ચાંદોદ ખાતે ગંગા દશેરાના પ્રથમ દિવસ એકમ અને પૂર્ણાહુતિ દશમના બે દિવસ આરતી અને પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. માં નર્મદા પાસે એવી શક્તિ માંગું કે નર્મદા કાંઠે આવેલા વિસ્તારોની સાથે દર્ભાવતિ વિધાનસભાના તમામ નાગરિકોના વિકાસ કરવાની મને શક્તિ આપે.

આ વિસ્તારની જે વર્ષોની સમસ્યા છે - એમાં ત્રિવેણી સંગમ પર ઘાટની કામગીરી ચાલુ છે. સરકાર તરફથી 40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હમણાં જ ચાંદોદમાં પણ જે ગુરુ, બ્રાહ્મણોનો આશ્રમ છે. ત્યાં અને તેના કાંઠા માટે જે ઘાટ છે એના માટે પણ 5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડ(Pilgrimage Development Board) સાથે મીટીંગ કરવામાં આવી છે અને જે અહીંયાની મુખ્ય સમસ્યા ચાંદોદની સમસ્યા છે.

આ પણ વાંચો: સોમવતી અમાસઃ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા સ્નાન તેમજ પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા
ગટરના પાણી નર્મદા માતાને ગંદી કરે છે - આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવાની પણ માગણી કરી છે. લગભગ 6 કરોડ રૂપિયાનું એસ્ટીમેન્ટ સરકારમાં મોકલવામાં આવ્યું છે. સરકારમાંથી હકારાત્મક પ્રતિસાદ આવશે જ એવી ખાતરી છે. એક કામ થયા પછી જે ચાંદોદની મુખ્ય સમસ્યા છે એનું પણ નિરાકરણ આવશે. આ સાથે માં નર્મદા પણ ગંદી થતી અટકશે. એટલે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી માટેની પણ વાતચીત ચાલે છે. કલેકટરે પણ આમાં હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ પણ સારો અભિગમ છે અને સંપૂર્ણ રીતે દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે ટૂંક સમયમાં આની મંજૂરી આવશે તેમ જણાવ્યું હતું.