- કરજણમાં વેબ સિરીઝ તાંડવનો વિરોધ
- ભાજપ ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનોએ પોલીસ ફરિયાદ કરી
- કાર્યવાહી કરવા કરી માગવેબ સિરીઝ તાંડવ વિરુદ્ધ વડોદરામાં ફરિયાદ
વડોદરાઃ તાજેતરમાં રિલીઝ થયેલી તાંડવ વેબ સિરીઝ સામે વધુ એક ફરિયાદ થઈ છે. કરજણમાં ભાજપના ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનોના આગેવાનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
હિન્દુ સંગઠનોમાં ફેલાયો રોષ
સેફ અલીખાન અભિનીત વેબ સિરિઝ તાંડવ વિવાદોમાં ઘેરાઈ છે. તાંડવ વેબ સિરીઝ સામે અનેક સ્થળે વિરોધ તથા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કરજણમાં પણ તાંડવ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે તાંડવના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કરી છે. વેબ સિરીઝમાં હિન્દુ દેવતાના અભદ્ર ફોટાઓ દર્શાવતાં અક્ષય પટેલે વિરોધ સાથે હિન્દુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ તેમણે કાર્યવાહી કરવાની માગ કરી છે.

હિન્દુઓની લાગણી દુભાવવાના પ્રયાસનો આક્ષેપ
આ અંગે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, કરજણ તાલુકાની અંદર તેમના સમગ્ર વિધાનસભા વિસ્તારમાં આજે મંગળવારે વેબ સિરીઝ તાંડવમાં જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેમની વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ આગેવાન પોલીસ ફરિયાદ કરવા આવ્યા છે.