વડોદરા : મનપાની દબાણ શાખાની ટીમ (VMC Pressure Branch Team) ગઈકાલે શનિવારે મકરપૂરા GIDC વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં મેયર કેયૂર રોકડિયાની આગેવાનીમાં મનપાની ટીમ (VMC Undertook Cleaning Campaign) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના મકરપૂરા GIDC (Makarpura GIDC) વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ છે. મહત્વનું છે કે શહેરના મકરપૂરા GIDC વિસ્તારમાં જુદા-જુદા સરકારી પ્લોટ પર ગેરકાયદેસર રીતે દબાણો ઉભા કરાયા હતા. વડોદરાના મેયર કેયૂર રોકડીયાની (Mayor Of Vadodara Keyor Rokhdia) સૂચનાથી આ તમામ દબાણો દૂર કરવાની એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રીન બેલ્ટના પ્લોટ પર ગેરકાયેસર રીતે દબાણો થયા છે : મેયર કેયૂર રોકડિયાએ (Mayor Of Vadodara Keyor Rokhdia) જણાવ્યું હતું કે, "મકરપૂરા GIDCના (Makarpura GIDC) સભ્યો અને વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો દ્વારા પાલિકાને વારંવાર રજુઆત કરવામાં આવતી હતી કે, અમારા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના પ્લોટ પર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક ગ્રીન બેલ્ટના પ્લોટ પર પણ ગેરકાયેસર રીતે દબાણો થયા છે. આ ઉપરાંત કેટલાંક લારી-ગલ્લા ધારક છે જે રોડ પર આવીને ધંધો કરે છે. જેના કારણે રોડ પર પણ દબાણ ઊભુ થાય છે. જેના કારણે આ વિસ્તારમાં અકસ્માતની સમસ્યા પણ જોવા મળતી હતી."
રોડ રસ્તા પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે : આ તમામ ફરિયાદોના આધાર પર કોર્પોરેશનની ટીમ અહિંયા પહોંચી છે. આ ગેરકાયદે દબાણોને અટકાવવાના ભાગરૂપે કાર્યવાહી થઈ કરવામાં આવી રહી છે. મકરપૂરા GIDCના (Makarpura GIDC) અંદરના વિસ્તારોમાં અને રોડ રસ્તા પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ વિસ્તારમાં કેટલાંક શખેસો દ્વારા વુડાના મકાનની બહારના ભાગમાં દુકાનો બનાવવામાં આવી હતી. તેમના પર પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.