ETV Bharat / city

વિશ્વામિત્રી મૃતપાય અવસ્થાને લઈને મોટા પુરાવાઓ આવ્યા સામે

વડોદરાની વિશ્વામિત્રી નદીની (Vishwamitri River in Vadodara) હાલત દયનીય જોવા મળી રહી છે. શહેરના જાગૃત નાગરિકોએ નદીને મૃતપાય અવસ્થામાંથી જીવંત કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ મનપા (VMC Vishwamitri River Operation) દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

author img

By

Published : Jun 30, 2022, 8:32 PM IST

વિશ્વામિત્રી મૃતપાય અવસ્થાને લઈને મોટા પુરાવો આવ્યો સામે

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (Vishwamitri River in Vadodara) પાવાગઢથી નીકળેલી આ નદી ખંભાતના અખાતને મળે છે. રજવાડાના સમયે રાજવી પરિવાર વિશ્વામિત્રી નદીમાં નૌકાવિહાર કરતા હતા. આજે સ્વચ્છતાના નામે સેવાસદન દ્વારા શહેરની ગટરોનું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. આ કારણે વડોદરાના લોકો વિશ્વામિત્રીને હવે ગટર ગંગા કહે છે. પર્યાવરણવિદ, સામાજીક સંસ્થાઓ સહિત જાગૃત નાગરિકો વિશ્વામિત્રી નદીને મૃતપાય અવસ્થામાંથી જીવંત કરવાના અનેક પ્રયાસો કર્યા છે. પરંતુ, હાલમાં વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી મૃતપાય અવસ્થામાં જોવા મળી રહી છે. તેને જીવંત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. એટલે આ નદીની હાલની પરિસ્થિતિ ખુબ જ દયનિય છે.

રિપોર્ટ ! ઓક્સિજનની માત્રા શૂન્ય હોવાથી વિશ્વામિત્રી નદી મૃતપાય અવસ્થામાં

આ પણ વાંચો : World Crocodile Day : માણસ સાથે મગરો વસવાટ કરતી નગરી, પરંતુ મગરોના અસ્તિત્વ પર જોખમ

વિશ્વામિત્રી મૃતપાય અવસ્થા પર પુરાવો - આ અંગે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વિશ્વામિત્રી નદીનો મુદ્દો છેલ્લા 30 વર્ષથી ચર્ચાઈ રહ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રદ કરાયો છે અહીં મુખ્યત્વે નદીમાં રહેલું પાણીની ગુણવત્તા મોટો પડકાર છે. સાથે નદીનું અંક્રોચમેન્ટ જેમાં નદીની કોતરો સંપૂર્ણ પણે નષ્ટ થઈ છે. નદીમાં મુકવામાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિલકુલ નિષ્ક્રિય છે. જેથી પાણી પ્રદૂષણ યુક્ત હોવાથી પર્યાવરણને નુકસાન કરે છે. સાથે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પણ રિપોર્ટ કરાયો છે કે નદીમાં ડી સોલ્વ ઓક્સીઝનની ઉણપ છે. જે નદી મૃતપાય હોવાનો સૌથી મોટો પુરાવો છે. નેશનલ ગ્રીન ટ્રીબિનલની બેચ દ્વારા પણ વડોદરા પૂર્તિ જ નહીં. પરંતુ, પાવાગઢથી વિશ્વામિત્રીના અંત સુધી જીવંત કરવાનો હુકમ કરાયો છે. સાથે વિવિધ બિનજરૂરી દવાનો પણ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ લોકોની માંગ છે કે, નદીનું ઝડપથી શુદ્ધિકરણ અને જીવંત કરવામાં આવે.

વિશ્વામિત્રી મૃતપાય અવસ્થામાં
વિશ્વામિત્રી મૃતપાય અવસ્થામાં

આ પણ વાંચો : અફવા કે હકીકત ? મગર ઘરમાં યુવક ખાબકતા તંત્રથી લઈને લોકોમાં મચી અફરા તફરી

સ્થાઈ અધ્યક્ષ શુ કહે છે - વિશ્વામિત્રી નદી અંગે વડોદરા મહાનગરપાલિકાના (Vadodara Manpani Operation) સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદીનો વિસ્તારમાં એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્રોજેક્ટ ડેટા, રિવર ડિસ્ચાર્જ ડેટા, કલાઈમેન્ટ ડેટા, રિવર બાઉન્ડ્રી ડેટા, ઇમેઝ મેપ ડેટા સહિત ડિજિટલ લેવલિંગ જેવી કામગીરી પ્રગતિ પર છે. જે ઓક્ટોબર સુધી પૂર્ણ કરવામાં આવશે. શહેરના ડ્રેનેજના પાણીના નદીમાં સુએજ પ્લાન્ટ બંધ છે જે ઝડપથી શરૂ કરવામાં આવશે. તેમજ નદીના પટ પરના દબાણો પણ દૂર કરી વિશ્વામિત્રીને જીવંત કરવાના પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે મગરોના વસવાટને લઈ કોર્પોરેશન (Vishwamitri River Condition) દ્વારા ક્રોકોડાઈલ પાર્ક પણ વિકસાવવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વિશ્વામિત્રી નદીની હાલત દયનીય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.