ETV Bharat / city

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ - કોવિડની માન્યતા રદ

સુમનદીપ વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલમાં કોરીનાના માત્ર 193 દર્દીઓ દાખલ હતા.જે પૈકીના 100 દર્દીઓ જ સરકારી બેડ પર હતા. તેમ છતાં 350 દર્દીઓ સરકારી બેડ પર હોવાનુ કાગળ પર બતાવીને કૌભાંડ આચરાયુ હોવાનું હવે ખુલ્યુ છે. આખરે તંત્રએ હોસ્પિટલ સાથેના તમામ કરાર તેમજ કોવિડની માન્યતા રદ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ

author img

By

Published : May 23, 2021, 8:44 PM IST

  • 193 દર્દી હોસ્પિટલમાં છતાં સરકારી ચોપડે 350 દર્શાવાયા
  • કોરોનામાં પણ સરકારી તિજોરીમાંથી રૂપિયા કમાઈ લેવાનું ષડયંત્ર
  • તંત્ર દ્વારા હોસ્પિટલ સાથેના તમામ કરાર અને કોવિડ માન્યતા રદ કરાઈ

વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠ હસ્તકની પીપળીયા ખાતેની ધીરજ હોસ્પિટલના સત્તાધીશો રૂપિયા કમાવવાની લ્હાયમાં જાણે આંધળા થઈ ગયા હોય તેમ સરકારી બેડ પર દર્દીઓ સારવાર લેતા હોય તેવા બોગસ આંકડા કાગળ પર દર્શાવીને સરકારી તિજોરીમાંથી લાખો અને કરોડો રૂપિયા એંઠી લેવાનું ષડયંત્ર પકડાયુ છે. હોસ્પિટલમાં કોરીનાના માત્ર 193 દર્દીઓ દાખલ હતા.જે પૈકીના 100 દર્દીઓ જ સરકારી બેડ પર હતા. તેમ છતાં 350 દર્દીઓ સરકારી બેડ પર હોવાનુ કાગળ પર બતાવીને કૌભાંડ આચરાયુ હોવાનું હવે ખુલ્યુ છે. આખરે તંત્રએ હોસ્પિટલ સાથેના તમામ કરાર તેમજ કોવિડની માન્યતા રદ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાના વિવાદિત પતરાકાંડના કોન્ટ્રાક્ટરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

ગરીબ અને મધ્યમ વર્ગનો દર્દી વિના મૂલ્ય સારવાર લઈ શકે

વાઘોડિયાના પીપળીયા ખાતે આવેલી સુમનદીપ વિધાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ છે.જે હોસ્પિટલમાં વડોદરાના તંત્રએ ગુજરાત સરકારની ગાઇડલાઇન પ્રમાણે સરકારી બેડ રાખ્યા હતા. જે બેડ પર ગરીબ અને મધ્યમ વર્ગનો દર્દી વિના મૂલ્ય સારવાર લઈ શકે અને તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. બેડ ખાલી હોય તો પણ સરકાર તે બેડનું ભાડું ચૂકવે છે. ત્યારે, કોરીનાકાળમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ધીરજ હોસ્પિટલ દ્વારા સરકારની તિજોરીમાંથી લૂંટફાટ કરવાનું ષડયંત્ર રિચાયુ હતું. ધીરજ હોસ્પિટલમાં કુલ 600 બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. જે પૈકીના 400 બેડ સરકારી તંત્રએ રીઝર્વ રાખ્યા હતા અને 200 બેડ હોસ્પિટલ માટે સિલ્ફ પેઈડ હતા.

આ પણ વાંચો: રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ

સત્તાધીશોએ કાગળ પર કોરોનાના 193ને બદલે 469 દર્દીઓ બતાવ્યા

જોકે સરકાર દ્વારા ખાલી બેડના રૂપિયા ચૂકવવામાં આવનાર છે. ત્યારે, આ હોસ્પિટલમાં દિર્દીઓ ઓછા હોવા છતાં આંકડા મોટા બતાવીને કૌભાંડ આચરાયુ હતું. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, ગત તા.13 મી મેના રોજ ધીરજ હોસ્પિટલમાં કુલ 193 દર્દીઓ જ દાખલ હતાં. જે પૈકી, અંદાજે 100 જિટલા દર્દીઓ સરકારી બેડના હતાં અને બાકીના 93 જેટલા દર્દીઓ ખાનગી બેડ એટલે કે પેઈડ બેડ હતાં. તેમ છતાં હોસ્પિટલના લાલચુ સત્તાધીશોએ કાગળ પર તે દિવસે 193 ને બદલે કોરોનાના કુલ 469 દર્દીઓ બતાવ્યા હતાં.એટલું જ નહીં સરકારી બેડ પર 100 જેટલા જ દર્દીઓ હતા તેમ છતાં 350 દર્દીઓ હોવાનું જણાવ્યુ હતુ. જે બાબત તંત્રના ધ્યાને આવતા ધીરજ હોસ્પિટલ સાથેના તમામ પ્રકારના કરાર તંત્રએ રદ કરવાનો નિર્ણય લીધો હતો.એટલુ જ નહીં, ધીરજ હોસ્પિટલને જે કોવિડ હોસ્પિટલની માન્યતા આપી હતી તને પણ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.