દેશના ચૂંટણી પંચના દિશાનિર્દેશ અને માર્ગદર્શનોને અનુરૂપ મતગણના પૂરી થાય ત્યાં સુધી 24X7 પોલીટેકનીક કૉલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ્સ તેમજ સમગ્ર પરિસરની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવશે.
ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ સ્થળના બહારના ભાગની સુરક્ષાની જવાબદારી શહેર પોલીસ અને પ્રવેશ દ્વારથી અંદરના પરિસરની સુરક્ષા વ્યવસ્થા SRPF અને પેરા મિલીટ્રી ફોર્સીસ દ્વારા કરવામાં આવશે. જેનું સુપરવિઝન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
પરિસરની અંદર અને બહાર ચાંપતી નજર રાખવા માટે CCTV સર્વેલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સ્થળના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ CCTV સ્ક્રીન પર તમામ સ્ટ્રોંગ રૂમ્સની બહારની ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તો મતગણતરી કેન્દ્ર ખાતે વડોદરા સંસદિય બેઠકના સાત વિધાનસભા વિસ્તારો પ્રમાણે સાત સ્ટ્રોંગ રૂમ્સમાં કુલ 1824 EVM અને VVPAT સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યા છે.