આ પ્રદર્શનમાં દેશના અલગ અલગ 35 રાજવી પરિવાર દ્વારા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પોતાની આર્ટ વર્ક,ગાર્મેન્ટ્સ, ફૂડ ,ડાયમંડ વગેરે જેવા અલગ અલગ પ્રકારના વેપારને લઈને એક્ઝિબિશન કરવામાં આવેલ છે ત્યારે રાજ્યમાં પ્રથમ વખત આ પ્રમાણે વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસના કેમ્પસમાં આકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડોદરા મહારાણી રાધિકા રાજેની ઉપસ્થિતિમાં શુક્રવારથી શરૂ થનાર એક્ઝિબિશન માટેની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.