વડોદરા જિલ્લા SOG પોલીસ દ્વારા વડોદરા (Vadodara District SOG) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નશાથી દૂર રહે તેમજ યુવાધન બરબાદ થતું અટકાવવા માટે અલગ અલગ ટીમોને આધારે પારાવાર અફીણ અને ગાંજા જેવા નશાયુક્ત પદાર્થો પકડવામાં આવી રહ્યા છે. જિલ્લા SOG પોલીસ દ્વારા ચોક્કસ બાતમીને આધારે વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં (Limda Village of Vadodara Waghodia Taluka) ભાથીજી મંદિરની બાજુની ઓરડીમાં રહેતા શખ્સ કોમલ કુમાર ઊર્ફે સોનુ મોતીલાલ પાટીદારને અફીણ તથા ગાંજાના જથ્થા સાથે પકડી પાડી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં (Waghodia Police Station) NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા SOG દ્વારા ઝડપાયેલ મુદ્દામાલ વડોદરા જિલ્લા ચોક્કસ બાતમીના આધારે ઝડપાયેલ જથ્થામાં અફીણ વજન 745 ગ્રામ કુલ કિંમત રૂપિયા 74,500 સાથે ગાંજો વજન 800 ગ્રામ કુલ કિંમત રૂપિયા 8,000 રૂપિયા સાથે મોબાઈલ ,રોકડ રકમ સહિત વજન કાંટો મળી કુલ રૂપિયા 1,15,660 મુદ્દામાલ પકડી પાડી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તમામ આરોપીઓ રાજ્ય બહારના આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોમલ કુમાર ઊર્ફે સોનુ મોતીલાલ પાટીદાર વાઘોડિયા તાલુકાના લીમડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે અફીણનો જથ્થો વેચાણ આપનાર ફન્ટુલાલ જગન્નાથજી પાટીદાર અને ગાંજાનો જથ્થો આપનાર બાપુ નામનો માણસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.