- વ્યાજખોરોએ ઉઘરાણી માટે યુવક પર કર્યો હુમલો
- 2 યુવાન ઈજાગ્રસ્ત
- 1ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરાઃ શહેરના આજવારોડ પર એક સમાજના લોકોએ ઉઘરાણી બાબતે અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. જેમાં 2 યુવાનને ઈજા પહોંચી હતી. જેમાંથી 1ને સારવાર અર્થે ખાનગી હોલ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બન્યા બાદ પોલિસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ફરી વ્યાજખોરોએ માથું ઉંચક્યું
ઊંચા વ્યાજે રૂપિયા ધીરતા લોકોએ ઉઘરાણી બાબતે હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે શરૂ કરેલી ઝુંબેશને કારણે થોડા સમય પૂરતો આવા તત્ત્વો ઉપર અંકુશ આવ્યો હતો, પરંતુ પોલીસ કમિશ્નર બદલાતાં જ આવા તત્ત્વો ફરીથી બેફામ બન્યા છે.
વ્યાજ સહિત રૂપિયા પરત કરી દીધા હોવા છતાં હુમલો
વડોદરાના આજવા રોડ પૂનમનગર ખાતે રહેતા આનંદ સરાણિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મિત્ર દીપકે અમૂક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં લાકડીઓ અને મારક હથિયારો લઈને રવિ ઉર્ફે લાલો, બેચર, જમ્મુ અને સવોએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા આનંદભાઈને આ લોકોએ લાકડીઓ અને મારક હથિયારો મારી હુમલો કરતાં તે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.