ETV Bharat / city

વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ - vadodara-swaminarayan-mandir-loyadham-free-tiffin-service-launched

કોરોનાની બીજી લહેરને કારણે વધુ લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. જેમાં એકાદ વ્યક્તિ નહિ, પરંતુ પરિવારના કેટલાય સભ્યો સપડાઈ રહ્યા છે. ત્યારે આખો પરિવાર ચિંતામય બનીને દર્દીઓની કાળજી લઈ રહ્યા છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્વજનો માટે ભોજન બનાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા સ્વામિનારાયણ લોયાધામ ગુરુકુલ મંદિર દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.

વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ

author img

By

Published : May 14, 2021, 11:28 AM IST

  • જરૂરિયાત મંદ હોમ કોરન્ટાઇન વ્યક્તિઓ માટે સવાર-સાંજ બન્ને સમય ટિફિન સેવા આપવામાં આવે છે
  • મંદિરનો બધા માટે એક સંદેશો છે માનવ છો તો માનવને કામ આવો
  • વહેલી સવારથી જ સત્સંગી તેમજ ભક્તો દ્વારા દર્દીઓ માટે શુધ્ધ ભોજન તૈયાર કરવામાં આવે છે

વડોદરાઃ વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ગુરુકુળ સર્કલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય દર્શનવલ્લભ સ્વામીની નિગરાનીમાં ચાલતા નિ:શુલ્ક ટિફિન સેવામાં સંત, ભક્તો અને યુવાનો દ્વારા હોમ ક્વોરન્ટાઇન થયેલા શહેરના લોકો જેમના સ્વજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘરમાં કોઈ ભોજન બનાવી શકે એવી વ્યક્તિ ન હોય તેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સવાર-સાંજ બન્ને સમય માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.

વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ

આ પણ વાંચોઃ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

દરરોજ બપોરે અને સાંજે 300થી વધુ ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે

શહેરના વાઘોડિયા રોડ, માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી વિસ્તારમાં દરરોજ બપોરે અને સાંજે 300થી વધુ ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ટિફિન સેવા માટે વહેલી સવારથી જ સત્સંગી તેમજ ભક્તો દ્વારા દર્દીઓ માટે શુધ્ધ ભોજન તૈયાર કરવામાં આવે છે.

સત્સંગીઓ ઘરે-ઘરે ટિફિન આપવા માટે જાતે જાય છે

સ્વામીજી દ્વારા પરમાત્માને ભોગ ધરાવ્યા બાદ ભોજન ડિસ્પોઝેબલ ડીશમાં પેક કરવામાં આવે છે. અહીં સેવા આપવા શ્રીમંત ઘરના યુવાન દીકરા-દીકરીઓ, શિક્ષકો સમાજની સેવા કરી માનવધર્મ નીભાવે છે. સત્સંગીઓ ઘરે-ઘરે ટિફિન આપવા માટે જાતે જાય છે.

આ પણ વાંચોઃ શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની સેવા શરૂ કરી

ધર્મ કે જાતિના બાધ વગર નિ:શુલ્ક ટિફિન સેવા કરાઈ રહી છે

દુઃખીજન માટે દયાવાન થવું એવા ભગવાન સ્વામિનારાયણના કંડારેલા માર્ગ ઉપર આજે સંતો જાતે સેવા કાર્યમાં જોડાઈ બીજાના પ્રેરણા સ્તોત્ર બની, આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે. જેમાં ભક્તો સહિત સત્સંગીઓનો આર્થિક સહયોગ પણ મળી રહયો છે. ધર્મ કે જાતિના બાધ વગર નિ:શુલ્ક ટિફિન સેવા કરાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.