વડોદરાઃ વડોદરામાં આવેલા ચાણક્યપુરી પાસે આવેલા રાધાકૃષ્ણ ફ્લેટમાં મિત્રના ઘરે પાર્ટીમાં ગયેલા સૈન્યનિવૃત જવાનના પુત્રનો મૃતદેહ (Dead body Detection from Flat) મળી આવતા અનેક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ છે. આ કેસમાં પોલીસને આશંકા (Vadodara police Drug Case Suspected) છે કે, મિત્રોના ઘરે ડ્રગ પાર્ટી (Drug Party in Vadodara) થઈ હોવી જોઈએ. રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજિતસિંહ રાવતના ઘરે એના મામા કૈલાશ ભંડારી તથા નેહા ભંડારી ભેગા થયા હતા. જ્યારે મિત્ર વિવેક અશોકકુમાર કરન પણ (Vadodara Drug Case) આવ્યો હતો. જે અમદાવાદમાં નોકરી કરે છે અને વડોદરામાં રહે છે. આખી રાત પાર્ટી કર્યા બાદ તે ત્યાં ઊંઘી ગયો હતો.
આ પણ વાંચોઃ જાણો, દરિયાઈ સીમા પર દુશ્મનોને ધૂળ ચટાડતી ભારતીય કોસ્ટગાર્ડની ટીમની કામગીરી
સવારે ઊઠ્યો જ નહીંઃ વહેલી સવારે જ્યારે બધા જાગી ગયા પણ વિવેક ઊઠ્યો જ નહીં. પછી 108ને કોલ કરતા એટન્ડન્ટે એને મૃત જાહેર કર્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધો હતો. જોકે, મૃતકના શરીરમાંથી કેફી દ્રવ્યો, ઝેરી પ્રવાહી તથા ડ્રગ્સની હાજરી હોવાની પોલીસને આશંકા છે. જોકે, વિવેકનો વિશેરા રીપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે. હાલ તો ડૉક્ટર્સનો એવો અભિપ્રાય છે કે, કેફી દ્રવ્યોના ઓવરડોઝને કારણે મૃત્યું થયું છે.
બ્લડ રીપોર્ટઃ પોલીસે વિવેક સાથે રહેલા કૈલાશ ભંડારી, નેહા અને બલજીતના બ્લડ રીપોર્ટ કઢાવ્યા છે. આ ત્રણેય વ્યક્તિની આકરી પૂછપરછ ચાલી રહી છે. બલજીત સામે આ પહેલા પણ ગુનો નોંધાયેલો છે. જે મૂળ વાઘોડિયા રોડ પર ખાણી પીણીનો ધંધો કરે છે. નેહા એની ખાસ મિત્ર છે. વિવેક સાથે એની ખાસ અને જૂની મિત્રતા હતી. જ્યારે વિવેક સવારે ઊઠ્યો નહીં તો નેહાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. એ પછી વિવેકની માતાને પણ કોલ કરવામાં આવ્યો હતો. વિવેકના પિતા નિવૃત આર્મી ઓફિસર છે. વિવેકે એમ.બી.એ કર્યું હતું. નોકરી છોડીને તે વડોદરા આવી ગયો હતો.
આ પણ વાંચોઃ પુલ પરથી પૂરના વહેતા પાણીમાં ટ્રેક્ટર ચલાવ્યું, 5 વ્યક્તિ તણાયા
ઈન્જેક્શન મળ્યાઃ અમદાવાદની ખાનગી કંપનીમાં તેણે નોકરી કરી હતી. રવિવારની રજા હોવાથી તે વડોદરા આવ્યો હતો. પછી મિત્રો બલજીતના ઘરે ભેગા થયા હતા. હવે પાર્ટીમાં શું થયું એ પોલીસ તપાસનો વિષય બન્યો છે. જોકે, પોલીસે ફ્લેટની તપાસ કરતા ફ્લેટની અગાશીમાંથી કેટલાક ઈન્જેક્શન પણ મળી આવ્યા છે. જેને પોલીસે FSLને તપાસ હેતું મોકલી દીધા છે. પોલીસે આ કેસમાં ફ્લેટમાં રહેતા અન્ય સ્થાનિકોની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે.
માતાનો આક્ષેપઃ આ કેસમાં માતાએ એવો આક્ષેપ કર્યો છે કે, મારો છોકરો દારૂ પીને મરી ન શકે. આમા બધા મળેલા છે. બધાને ખબર જ છે કે, ક્યાં શું ચાલું છે. પોલીસ કંઈ કરતી નથી. એમને બધી ખબર હોય છે. મારા દીકરા સાથે શું થયું એની ખબર નથી. એની ડોક અને હાથ પરથી નિશાન મળ્યા છે. પિતા અશોકભાઈએ કહ્યું કે, મેં વિવેકનો મૃતદેહ જોયો છે. જે જોઈને આઘાત લાગ્યો છે. કોણે શું અને કેવી રીતે પીવડાવ્યું એની કંઈ ખબર નથી. આ કોઈ કાવતરૂ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ 'સેવા સુરક્ષા શાંતિ' સૂત્રને સાર્થક કરતી પોલીસની સરાહનીય કામગીરી પર કરીએ એક નજર
વીડિયો અંગે સસ્પેન્સઃ આ કેસમાં વિવેકના મૃત્યુંને લઈને મોટું સસ્પેન્સ છે. જોકે, આ કેસમાં એક વીડિયો સામે આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, એના મિત્રોએ એક વીડિયો બતાવ્યો હતો કે, વિવેક પોતાની મરજીથી દારૂ પી રહ્યો છે. એવુ આ વીડિયોમાં કહેવાયું છે. અમે કોઈએ પીવડાવ્યો નથી. પરિવારજનોએ આ વીડિયો અંગે તપાસ કરવા માંગ કરી છે.